તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:18 બાઇક જપ્ત, 133 એનસી કેસ, 60 હજારનો દંડ વસૂલાયો

ગાંધીધામ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ધૂમ સ્ટાઇલ બાઇકરો ઉપર બીજા દિવસે પણ તવાઇ
 • ડ્રાઇવ સતત કરાશે, કોઇને નહીં બક્ષાય - PSI

ગાંધીધામ- આદિપુરમાં મોટા અવાજ કરતા બાઇક ચાલકોને લઇને અવારનવાર ફરિયાદો ઉઠે છે. સરકારમાં પણ આ બાબતે રજૂઆતો કરવામાં આવી હતી. સરકારની સૂચનાના પગલે હવે આવા બાઇક ચાલકો સામે લાલ આંખ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બે દિવસની પોલીસની કવાયતમાં 18 બાઇક જપ્ત કરી 60 હજારનો દંડ વસૂલવાની સાથે 133 જેટલા એનસી કેસ પણ કરી આકરા પગલા ભરવાના તેવર બતાવ્યા છે.

ગુજરાત સરકારના કૃષિ, ગ્રામ વિકાસ અને વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ રાજ્યના તમામ જિલ્લાઓ અને શહેરોમાં લોકોને આકર્ષવા માટે બુલેટ જેવા વાહનો લઇને ફૂલ સ્પીડમાં નિકળતા હોય અને ભયાનક અને વિસ્ફોટક અવાજો કરી ભય ફેલાવી રહ્યા હોય તેવા બાઇકરો સામે કડક પગલાં લેવા કરેલા આદેશના પગલે ગઇ કાલે ગાંધીધામમાં 4 બાઇકોરના બાઇક ડિટેઇન કર્યા બાદ બીજા દિવસે પણ જિલ્લા અને સીટી ટ્રાફિક પોલીસે સંયુક્ત રીતે શહેરમાં તવાઇ બોલાવી વિસ્ફોટક અવાજો સાથે ધૂમ સ્ટાઇલથી બાઇક ચલાવતા બાઇકરો ઉપર ધોંસ બોલાવી 133 એનસી કેસ કરી સ્થળ ઉપર જ રૂ.60,200 દંડ વસૂલયો હતો અને 18 વાહનો ડિટેઇન પણ કર્યા હતા.

આ બાબતે ગાંધીધામ સીટિ ટ્રાફિક પીએસઆઇ એસ.એચ.તિવારીએ જણાવ્યું હતું કે આ ડ્રાઇવ સતત ચાલુ રખાશે અને આ રીતે બાઇકિંગ કરી રહેલા કોઇને બક્ષવામાં નહીં આવે, તેમણે જણાવ્યું હતું કે કોઇ વગ પણ ચલાવાશે નહીં , શહેરમાં પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી આ કડક કામગીરી લોકોએ પણ બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો