ક્રાઈમ:હુક્કા, ફ્લેવર્સનો 1.76 લાખનો જથ્થો જપ્ત

ગાંધીધામ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કારમાં રહેલા 36 હુક્કા સાથેની વિવિધ સામગ્રી સાથે બે ઝડપાયા
  • કાર સહિત કુલ 8.76નો મુદામાલ પકડી પાડ્યો

પુર્વ કચ્છ એલસીબીએ ગાંધીધામમાં હુક્કા અને તમાકુ સબંધીત વિવિધ સામગ્રીને કારમાં લઈ આવતા સમયે 1.76 લાખના હુક્કા,ફ્લેવર્સ સહિતની સામગ્રી સાથે બે ઈસમોની અટક કરી હતી. શંકાસ્પદ જથ્થો લાગતા પોલીસે તમાકુ નિયંત્રણ અધિનિયમ હેઠળ કાર્યવાહીને અંજામ આપ્યો હતો. એલસીબીની ટીમને ભચાઉથી થી ટાગોર રોડ તરફ આવી રહેલી એક બ્રેઝામાં હુક્કા સબંધીત મુદામાલ હોવાની જાણ થતાં ટીમે એચ.પી. પેટ્રોલપંપ પાસે રોકીને તપાસ કરી હતી.

કારમાંથી 36 હુક્કાના સેટ, 204 કોલસાના પેકેટ, 800 નંગ ફ્લેવર્સના પેકેટ, 18 પ્લાટીકની પાઈપ, 124 ભુંગળીઓ, 40 માટીના કોડીયા, સિગરેટ ફિલ્ટર 552, 3 ઈલેક્ટ્રીક સગડી સહિતનો 1.76 લાખનો જથ્થો અને હેરાફેરી માટે ઉપયોગમાં લેનારી બ્રેઝા કાર સહિત કુલ 8,76,060નો મુદામાલ જપ્ત કર્યો હતો. કાર્યવાહીમાં મહેશકુમાર નારણદાસ મગનાણી (ઉ.વ.42) (રહે.વોર્ડ 10એ) અને વિનોદભાઈ ભગવાનદાસ વરલાણી (ઉ.વ.45) (રહે. ટીસીએક્સ) ની અટક કરીને કાર્યવાહી વધુ તપાસાર્થે એ ડિવીઝનને સોંપવામાં આવ્યા હતા. પીઆઈ એમ.એસ. રાણા અને એલસીબીનો સ્ટાફ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...