તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેરા વસૂલાત:42.25માંથી 16.72 કરોડની જ થઇ વસૂલાત

ગાંધીધામ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નગરપાલિકાની વેરા ઉઘરાવવાની નબળાઇ ફરી એક વાર છતી થઇ : 39.59 ટકા વસૂલાતે પ્રશ્નો સર્જ્યા
 • ભાજપની અંદરોઅંદરની ખટપટને કારણે રિકવરીમાં પણ થઇ અસર

ગાંધીધામ નગરપાલિકા દ્વારા અંદાજે 60 હજારથી વધુ રહેણાંક અને બિનરહેણાંકની મિલ્કતો ચોપડે ચડાવવામાં આવી છે. દર વર્ષે વેરા વસૂલાતમાં પાલિકાનું ઘોડું 40 ટકાએ હાંફી જાય છે તેવું બને છે. 31મી માર્ચના આંકડા જોવામાં આવતાં ફરી એક વખત અગાઉના વર્ષોનું પુનરાવર્તન થયું હોય તેમ કુલ 42.25 કરોડના લક્ષ્યાંક સામે 16.72 કરોડની વસૂલાત થતાં 39.59 ટકા રિકવરી કરવામાં પાલિકા સફળ થઇ છે.

નવા વર્ષના બજેટને મંજુર કરવા 31મી તારીખે બોલાવવામાં આવેલી ખાસ સભામાં વિપક્ષ દ્વારા મિલ્કતો વધી રહી છે જેની સામે ટેક્ષ ઘટી રહ્યો છે તે અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પાલિકાના ખાટલે જે કોઇ ખોટ હોય તે હવે નવા શાસકો દ્વારા દૂર કરીને આ વર્ષે નવા નાણાંકીય વર્ષે પાલિકામાં વેરા વસૂલાત વધુને વધુ આવે તે માટે પ્રયત્ન કરવામાં આવે તે જરૂરી બન્યું છે.

શહેરમાં દિન પ્રતિદિન વિકાસ થઇ રહ્યો છે. ભાજપના દાવા મુજબ સંકુલમાં વિકાસે ગતિ પકડી છે. થઇ રહેલા વિકાસની પાછળ સંબંધિત સંસ્થાઓને પણ તેનો લાભ મળવો જોઇએ તે મળતો નથી. નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત માટે શરૂઆતથી જ જે કાર્યવાહી કરવી જોઇએ તે થતી નથી. દર વર્ષે આવા આક્ષેપો થાય છે પરંતુ જે તે સમયના પદાધિકારી કે અધિકારીઓ કમર કસીને જે પગલા ભરવા જોઇએ તે ભરતા નથી. જેને લઇને દર વર્ષે વસૂલાતની નબળી કામગીરી સામે પ્રશ્નો ઉભા થાય છે.

અગાઉ ખાનગી પાર્ટીને રિકવરીનું કામ આપેલ
પાલિકાની તિજોરીમાં આવક આવે તે માટે અગાઉના સત્તાધિશો દ્વારા જુદા જુદા પગલા ભરવામાં આવ્યા હતા. જેમાં કોઇ એજન્સીને કામ પણ આપવામાં આવ્યું હતું. પરંતુ આ એજન્સીના કર્મચારીઓની નબળી કામગીરીને કારણે જોઇએ તેવી રિકવરી ન થતાં એજન્સીને તાકીદ કરી હતી.

કયા વેરામાં કેટલી આવક?

વેરાવસૂલાત ટકાવારી
(લાખમાં)
મિલ્કતવેરો7.4236.08
સામાન્ય સફાઇ વેરો64.8756.03
ખાસ સભાઇ વેરો90.7934.08
દિવાબત્તી વેરો75.155.1
સામાન્ય પાણી વેરો318.1632.14
ગટર વેરો56.6226.37
શિક્ષણ ઉપકર14.4334.17
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો