આવકમાં સતત વધારો:CGSTમાં 9માસમાં 1645 કરોડ રળ્યા, 2021-’22 માટે 2454 કરોડનો લક્ષ્યાંક

ગાંધીધામ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સતત ઉર્ધ્વ રેકોર્ડ ધરાવતા કચ્છ આયુક્તને આ વર્ષે લક્ષ સિદ્ધ કરવો પડી શકે છે કઠીન
  • કચ્છની​​​​​​​ 1200થી વધુ કરદાતા પેઢીઓ થકી સરકારી તિજોરીમાં આવક દર વર્ષે સરેરાશ 200 કરોડ જેટલી વધે છે

સેન્ટ્રલ એક્સાઈઝ અને સર્વિસ ટેક્સમાંથી સેન્ટ્રલ જીએસટી બન્યા અને તેમાંય રાજકોટમાંથી કચ્છ આયુક્તને સ્વતંત્ર હવાલો અપાયા બાદથી કચ્છમાંથી સીજીએસટીની આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ વર્ષે કોરોના કાળના કારણે પોતાના લક્ષ્યાંકને સિદ્ધ કરવામાં વિભાગને થોડી સમસ્યા આવે તે સંભવ છે. વર્ષ 2020-’21માં કુલ આવક 1923 કરોડ થઈ હતી. 2021’22ના નાણાકીય વર્ષનું કચ્છ આયુક્ત સીજીએસટીનું વેરા વસુલાત લક્ષ્યાંક 2454 કરોડ રખાયું છે, ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં 1645 કરોડ જેટલી આવક થઈ શકી છે.

સેંટ્રલ જીએસટીમાં કચ્છ આયુક્તની શરૂઆત સમયે 600જેટલા રહેલી કરદાતા પેઢીઓ2021ના અંત સુધીમાં 1200થી વધુ થઈ ગઈ છે. આ સાથેજ દર વર્ષે થતી સરકારી તિજોરીમાં આવકમાં પણ નોંધપાત્ર સરેરાશ 200 કરોડ જેટલો વધારો થતો રહ્યો છે. ગત વર્ષે કોરોના કાળના કારણે આ આંકડા પર મોટી અસર થશે તેવી શંકા વ્યક્ત કરાઈ રહી હતી, તેનાથી વિપરીત સીજીએસટીમાં વધારોજ જોવા મળ્યો હતો. આ વર્ષે નિર્ધારિત કરાયેલા લક્ષ્યાંકને માર્ચના અંતે વિભાગ લગોલગ આવીને ઉભુ રહે તેવી સંભાવના જાણકાર વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે.

કચ્છમાં છેલ્લા 20 વર્ષમાં થયેલા ઔદ્યોગિક વિકાસના પગલે ઉધોગ સબંધિત કરમાં સતત વધારો થતો રહ્યો છે, સરકાર માટે મોટી આવકનું કેંદ્ર બનતા કચ્છ પર એટલેજ વિશેષ ધ્યાન આપીને સ્વતંત્ર પ્રભાર આપવા કેંદ્ર અને રાજ્ય સરકાર આતુરતા દર્શાવતી રહી છે. કોરોના મહામારીની અસર આ વર્ષે જોવા મળે છે કે નહિ તે બે થી ત્રણ મહિનામાં સ્પષ્ટ થશે, જોકે વિભાગ લક્ષ્યાંકને સિદ્ધ કરાશે દેવો દાવો કરી રહ્યું છે.

સ્ટીલ, ટિમ્બર અને પોર્ટ ક્ષેત્રનું મહત્વપૂર્ણ પ્રદાન
સીજીએસટી કચ્છ આયુક્તની સ્થાપના બાદથી સતત સરકારી તીજોરીમાં આવકમાં વધારો થયો છે. જેમાં પોર્ટ સંલગ્ન ઉધોગો તેમજ તે સાથે સ્ટીલ, ટીમ્બર ઉધોગ સહિતનાનો મહત્વપુર્ણ ફાળો છે. એક સરકારી અને એક ખાનગી દેશના બે મેજર પોર્ટ કચ્છમાં આવેલા છે,જેના કારણે તેને સંલગ્ન વિવિધ ઉધોગો અને વ્યવસાયો ફુલ્યાફાલ્યા છે.

નાણાકીય વર્ષે - સીજીએસટી (કચ્છ આયુક્ત) ની આવક (કરોડમાં)

2018 -’191645
2019- ‘201732
2020- ‘211923

2021- ડીસેમ્બર સુધી

1646
અન્ય સમાચારો પણ છે...