તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવાનો લાભ:રોટરી વનના કોવિડ ટેસ્ટીંગમાં 1,640 લોકોએ લાભ લીધો

ગાંધીધામ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સંકુલ અને અંજાર વિસ્તારમાં દાતા દ્વારા કોરોના સામે સેવા યજ્ઞ
 • ભીમાભાઇ હમીરભાઇ હુંબલ ટ્રસ્ટના માધ્યમથી જરૂરતમંદોને સહાય

કોરોના કાળમાં જરૂરતમંદોને સહાય કરવા માટે સંકુલના જુદા જુદા ક્ષેત્રોના લોકો , સંસ્થાઓ, ચેરિટેબલ ટ્રસ્ટ વગેરેસહાય કરી રહ્યા છે. ચેમ્બર સહિતની સંસ્થાઓ સાથે જોડાયેલા આગેવાન દ્વારા ટાગોર રોડ પર આવેલા રોટરી વન ખાતે 5 દિવસ રેપિડ ટેસ્ટ કેમ્પ યોજ્યો હતો. જેનો ખર્ચ ભીમાભાઇ હમીરભાઇ હુંબલ ચેરિટેબલ ટ્રસ્ટે ઉઠાવ્યો હતો. આ ટેસ્ટિંગમાં સંકુલ જ નહીં પરંતુ આસપાસના લોકોએ પણ લાભ લીધો હતો અને 1,640 લોકોએ ટેસ્ટિંગ કરાવ્યું હતું.

રામ સોલ્ટ ઈન્ડસ્ટ્રીઝ ના ચેરમેન કચ્છ ના ‌ ઉઘોગપતિ દાનવીર બાબુભાઈ ભીમાભાઇ હુંબલ પરિવાર તરફથી ગાંઘીધામ ની સામાન્ય પ્રજા માટે ખાસ વ્યવસ્થા ઊભી કરીને કોવિડ-19 રેપીડ ટેસ્ટ માટે ‌કેમ્પ યોજી નિઃશુલ્ક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબના માધ્યમથી યોજાતા આરોગ્યલક્ષી પ્રોજેક્ટમાં દાતા હુંબલ મદદરૂપ થાય છે.

ભુજોડી આહિર કન્યા વિદ્યાલયના પ્રમુખ, ભારતીય યાદવ મહાસભાના ગુજરાત પ્રદેશના અધ્યક્ષનો હોદ્દો પણ તેઓ ધરાવે છે. લીલાશાહ કૂટિયા ખાતે ભારત વિકાસ પરિષદ અને અન્ય સંસ્થાઓ દ્વારા કરાયેલા કોવિડ સારવાર કેન્દ્રમાં તેઓ આર્થિક રૂપે સહાયરૂપ થયા છે. કોરોના સામે જરૂરતમંદોને દવા, કીટ, સહિતની સહાય આપવા માટે તેઓ પ્રયત્નશીલ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો