વિરોધ:દેશના 11 મેજર પોર્ટ પર 15/12ના કામદારો હડતાલ કરી વિરોધ નોંધાવશે

ગાંધીધામ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાંચ મહાસંઘોના નેતાઓએ મેંગ્લોરની સંયુક્ત બેઠકમાં લીધો નિર્ણય
  • વેજબોર્ડ ની 60 માંગણીઓ પર ચર્ચા
  • માંગણીઓની અનદેખી થતી હોવાનો આક્ષેપ

પોર્ટ અને ડોક વર્કર્સ ના પાંચ મહાસંઘોના નેતાઓની બેઠક ગત સપ્તાહે ન્યુ મેગ્લોર પોર્ટ ખાતે મળી હતી. જેમાં આવનાર દિવસોમાં 11 મહાબંદરગાહોના પોર્ટ પ્રશાસન તથા શીપીંગ મંત્રાલય ને હડતાલ કરવાની નોટીસ આપી તા.15/12ના દેશના બધા મેજર પોર્ટના કામદારો હડતાલ પાડશે તેવો નિર્ણય જાહેર કર્યો હતો.

તા. 13/14 નવેમ્બરના બે દિવસ પાંચ મહાસંઘોના પોર્ટ અને ગોદી કામદારો ના નેતાઓએ સતત બે દિવસ ન્યુ મેંગલોર પોર્ટ ખાતે પોર્ટ અને ગોદી કામદારો ના વેજ બોર્ડ ની 60 જેવી માંગણીઓ પર ચર્ચા કરી અને પોર્ટ પ્રશાસન તથા શીપીંગ મંત્રાલય જે રીતે કામદારોની અનદેખી કરી રહી છે તેથી પોર્ટ સ્થાનિક યુનિયનો દ્વારા સંયુક્ત રૂપે એક હડતાલની નોટીસ આપી તા.15/12થી બંદરગાહો પર હડતાલ પાડવી જેથી છેલ્લા 1.5 વર્ષથી પ્રશાસનમાં કોઈ સમાધાન કરવા તૈયાર ન દેખાતા કામદારોને હડતાલ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી તેવો સુર વ્યક્ત કરાયો હતો.

એચ.એમ.એસ., ઇન્ટુક અને આઇટુક ના સ્થાનિક નેતાઓ પોર્ટની પાંચ ફેડરેશનોના નિર્ણયો પ્રમાણે દિનદયાળ પોર્ટ ટ્રસ્ટ પર તા. 30/11ના રોજ હડતાલ નોટીસ આપી અધિકારીઓને આ બાબતે જાણ કરશે તથા સેન્ટ્રલ મહાસંઘો દ્વારા આખા ભારતના કામદારોની માંગણીઓ માટે 26/11ના રોજ પણ ખેડૂત કામદારો દ્વારા જે સંઘ₹ર્ષ કરી અવસાન પામેલ તેઓની આ કુરબાની આ રોજે તા.26/11ના પણ એક કાર્યક્રમ નક્કી કરવામાં આવશે. એવું સંયુક્ત યાદીમાં સ્થાનિક યુંનીયનના પ્રમુખ એલ.સત્યનારાયણ (એચ.એમ.એસ.), મોહનભાઈ આસવાની (ઇન્ટુક) અને જયંત નાયર (આઇટુક) ના પદાધિકારીઓએ એવું અખબારી યાદીમાં ત્રણેય યુનિયનના પદાધિકારીઓ લલિત વરીયાની, રાણાભાઇ વિસરીયા એવમ જયંત નાયરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...