વાગડમાં તસ્કરો બેખોફ:બાદરગઢમાં બાંધકામ સાઇટ પરથી ઠેકેદારના 15 હજારના સળિયા ચોરાયા

ગાંધીધામ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાગડમાં તસ્કરોને જાણે કોઇનો ખોફ ન હોય તે રીતે ચોરીઓને અંજામ આપી રહ્યા છે, જેમાં રાપરના બાદરગઢમાં પોતાની બાંધકામ સાઇટ ઉપર કોન્ટ્રાક્ટરે રાખેલા રૂ.15 હજારની કિંમતના લોખંડના સળિયા ચોરી થયા હોવાની ઘટના બની છે. અચરજ વચ્ચે રાપર પોલીસે ત્રણ દિવસ પહેલાં બનેલી આ ઘટનામાં પોલીસ મથકમાં બેસી જાણવા જોગ નોંધ્યા સિવાય કંઇ કર્યું ન હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગાગોદર રહેતા અને મકાન બાંધકામના કોન્ટ્રાક્ટ લેતા ધર્મેશભાઇ સુથારની બાદરગઢ ખાતે ચાલતી એક સાઇટ ઉપર લોખંડના સળિયાનો જથ્થો મગાવી રાખ્યો હતો. તેમાંથી રૂ.15,000 ની કિંમતના લોખંડના સળિયા તા.3/10 ના રોજ ચોરી થયા હતા. આ જાણ ધર્મેશભાઇને થતાં રાપર પોલીસ મથકે ફરીયાદ કરવા ગયા હતા જ્યાં પોલીસે તેમને હાલ જાણવા જોગ લખાવી દો, કાલે ઘટનાસ્થળે આવી ફરિયાદ નોંધી લેશું , પરંતુ અચરજ વચ્ચે ત્રણ દિવસ થઇ ગયા હજી સુધી પોલીસે ન તો પંચનામું કર્યું કે નથી કોઇ તપાસ માટે આવ્યું, હવે આવી કામગીરી કરાય તો કઇ રીતે લોકો વિશ્વાસ કાયમ રાખી શકે તેવો સવાલ પણ ઉભો થતો હોય છે. ચોરી નાની હોય કે મોટી પણ આવા તત્વોને પકડી ધાક બેસે તેવી કામગીરીની પોલીસ પાસે અપેક્ષા લોકોને હોય છે. આશા રાખીએ કે, આ ચોરીમાં પણ પોલીસ યોગ્ય રીતે ફરિયાદીની ફરિયાદ નોંધી તપાસ કરે.

અન્ય સમાચારો પણ છે...