કાર્યવાહી:આડેસર પંથકમાં 1 માસમાં 149.35 મે. ટન ચાઇના ક્લે ભરેલા 6 ડમ્પર ઝડપાયા

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તમામ વાહનોનો ભૂસ્તરશાસ્ત્રી કચેરીને રિપોર્ટ કરાયો
  • રાપરમાં​​​​​​​ વકરતી ખનિજચોરી સામે પોલીસની તવાઇ

આડેસર પોલીસ મથકની ટીમે 1 માસ દરમિયાન આજે ઝડપાયેલા ચાઇના ક્લે ભરેલા ડમ્પર સહિત કુલ 149.35 મેટ્રિક ટન ચાઇના ક્લે ભરેલા ડમ્પરો ઝડપી લઇ આ બાબતે ખાણ ખનિજ અને ભુસ્તર શાસ્ત્રીની કચેરીને રિપોર્ટ કરાયો હતો.

આ બાબતે આડેસર પીએસઆઇ બી.જે.રાવલે વિગતો આપતાં જણાવ્યું હતું કે, વધતી જતી ખનિજ ચોરીને ડામવા અપાયેલી સૂચના મુજબ આડેસર પોલીસ મથકની ટીમે ગેરકાયદેસર આધાર પુરાવા વગર ચાઇના ક્લે ભરેલું ડમ્પર ઝડપી લઇ આ એક જ મહિના દરમિયાન કુલ 149.35 મેટ્રિક ટન ચાઇના ક્લે ભરેલા 6 ડમ્પરો તેમજ એક લોડર ઝડપી લઇ પોલીસ મથકે લઇ અવાયા હતા અને આ બાબતે પૂર્વ કચ્છ ખાણ ખનિજ અને ભુસ્તર શાસ્ત્રીની કચેરીને રિપોર્ટ કરી કાયદેસર કાર્યવાહી કરી હતી. હવે ખાણ ખનિજ વિભાગની તપાસ બાદ વીધિવત ગેરકાયદેસર ખનન કરનારા તત્વો વિરૂધ્ધ ગુનો નોંધાશે.

અન્ય સમાચારો પણ છે...