તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:1.48 લાખની ચણીયાચોળી- સાડીઓ તસ્કરો ઉપાડી ગયા

ગાંધીધામ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સુંદરપુરીના ધંધાર્થી પરિવાર ઉપર આભ ફાટ્યું

વોર્ડ-9/બી ભારતનગરમાં રહેતા અને નવી સુંદરપુરી તળાવળી વિસ્તારમાં પીહુ કટલેરી નામની દુકાન ચલાવતા કૈલાશબેન અમૃતભાઇ રાઠોડ અને તેમના સાસુ ગંગાબેન તા.29/11 ના રોજ રાત્રે દુકાનને તાળા લગાવ્યા બાદ ઘરે ગયા હતા. બીજા દિવસે ઘરે ભજનનો કાર્યક્રમ હોઇ દુકાન બંધ રાખી હતી. તા.1/12 ના સવારે તેમના જેઠ ત્રિકમભાઇનો ફોન આવ્યો હતો અને દુકાનના તાળા તૂટેલા હોવાનું જણાવ્યું હતું.

ફોન આવતાં જ તેઓ પતિ અમૃતભાઇ અને સાસુ ગંગાબેન સાથે દુકાને પહોંચ્યા હતા અને ખૂલેલા શટરને ઉંચું કરી અંદર જઇને જોયું તો કાઉન્ટરમાં રાખેલી રૂ.4,000 રોકડ જોવા મળી ન હતી. કાચના સેક્શન તપાસતાં 10 ચણિયા ચોળી અને 164 સાડીઓ પણ ચોરી થઇ હોવાનો ખ્યાલ આવ્યો હતો. કૈલાશબેને એ-ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા તસ્કરોએ તેમની દુકાનમાંથી 1,48,700 ની ચોરીને અંજામ આપ્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી.

ચોરી થયેલી ચણીયાચોળી અને સાડીઓના બીલ શોધતાં વાર લાગતાં ફરિયાદ મોડી નોંધાવી હોવાનું તેમણે જણાવ્યું હતું. લોકડાઉન બાદ માંડ ધંધા ખૂલ્યા તેમાં તસ્કરોના ત્રાસ વચ્ચે દુકાનદારોને ધંધો કરવામાં પણ ભય લાગી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો