તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:1.41 કરોડની સોયાબીન ખોળ નિયત સ્થળે ન પહોંચાડી વિશ્વાસઘાત

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંકુલમાં ટ્રાન્સપોર્ટેશનમાં ઠગાઇની વધતી ઘટના ચિંતાજનક
  • ગોકુલ રિફાઇનરી થી કંડલા ન પહોંચાડનાર ચાર ટ્રક ચાલક સામે ગુનો

ગળપાદર રોડ પર આવેલી ગોકુલ એગ્રોમાંથી રૂ.1.41 કરોડનો સોયાબિન ખોળ લઇને કંડલા શિપ સુધી પહોંચાડવા નિકળેલી 4 ટ્રક નિયત જગ્યાએ ન પહોંચતાં ચકચાર મચીજવા પામ છે.કિડાણા તળાવ પાસે રહેતા અને ગોકુલ એગ્રો કંપનીમાં ડે. જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા સુશીલકુમાર શ્રીશ્યામનારાયણ દ્વિવેદીએ નોંધાવેલી ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે, કંપનીમાંથી સોયાબીન ખોળ લોડ કરી તા.18/6 ના કંડલા આવનાર શીપમાં નેધરલેન્ડ મોકલવાનો હોવાથીતેમણે જે.આર.રોડલાઇન્સના ધીરેનભાઇ રાજદેવને ઓર્ડર આપ્યો હતો તેમણે બીજા ટ્રાન્સપોર્ટની ગાડીઓ બહારથી બોલાવી કામગીરી શરૂ કરી હતી.

ગોકુલ એગ્રો કંપનીમાંથી રૂ.1 કરોડ 41 લાખની કિંમતનો સોયાબીન ખોળ લોડ કરીને કંડલા શિપ સુધી જવા નિકળેલી ચાર ટ્રકો શિપ સુધી પહોંચી ન હોવાની જાણ જે.આર.રોડલાઇન્સના ધીરેનભાઇ રાજદેએ કરી હતી. તેમના ટ્રાન્સપોર્ટમાં કામ કરતા પિયુષભાઇ ઠક્કરને પુછતાં બે ટ્રકમા઼ ચાલક મસ્તાન કથાત અને સત્યેન્દ્ર વિશ્વનાથ હતા બાકીના બે ટ્રકના ચાલકના નામ તેમને ખ્યાલ ન હતા. બે ટ્રકના માલિક અંતરજાળના શંભુભાઇ દેવદાનભાઇ બાવા અને બે ટ્રકના અંજારના જીમેશ શામજીભાઇ આહિર હોવાનું જણાવ્યું હતું. તેમણે રૂ.1.41 કરોડનો સોયાબીન ખોળ નિયત જગ્યાએ ન પહોંચાડી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ કંડલા મરિન પોલીસ મથકે નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...