તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદેશોથી આવતી સહાય:મુન્દ્રા પોર્ટથી ઓક્સિજન એક્સપ્રેસ વડે 7 ટેન્કર દ્વારા 140 મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજન તુગલકાબાદ માટે રવાના

ગાંધીધામ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રેલવે દ્વારા વિવિધ રાજ્યોમાં ચલાવાઈ રહી છે ઓક્સિજન ટ્રેન, અપાશે રુટમાં પ્રાથમિકતા
 • મંગળવારે સવારે સંયુક્ત આરબ અમીરાતથી જળમાર્ગે મુન્દ્રા પોર્ટ પહોંચ્યા બાદ રેલ માર્ગે દિલ્હી પહોંચશે જીવનદાયી જથ્થો

પશ્ચિમ રેલ્વે દ્વારા અત્યાર સુધીમાં 4 ઓક્સિજન એક્સપ્રેસ ચલાવવામાં આવી છે અને લગભગ 373 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન નું પરિવહન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત મુંદ્રા પોર્ટ પર યુએઈથી જળમાર્ગે આવેલા 140 ટન લીક્વિડ મેડિકલ ઓક્સિજનને તાત્કાલિક ધોરણે દિલ્હી માટે રેલ માર્ગે ઓક્સિજન સ્પેશ્યલ ટ્રેનથી લઈ જવાયા હતા.

દેશભરમાં વિવિધ રાજ્યોમાં ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ચલાવવાના ભારતીય રેલ્વેના પ્રયત્નોને વેગ આપતા પશ્ચિમ રેલ્વે દ્વારા કોવિડ વિરુદ્ધ સંયુક્ત યુદ્ધ ને મજબૂત બનાવવા તથા કોવિડ દર્દીઓ અને તેમના પરિવારોને રાહત આપવા માટે લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) ના ઝડપી પરિવહન માટે વધુ બે ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો દોડાવવામાં આવી હતી. જેમાં મુંદ્રા પોર્ટ થી દિલ્હી માટે પણ 140 ટન ભરીને 7 ટેંકર પહોંચાડવાની કવાયત હાથ ધરાઈ હતી.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારાએ જણાવ્યું હતું કે ઓક્સિજન એક્સપ્રેસ મુન્દ્રા પોર્ટ થી તુગલકાબાદ માટે 4 મે 2021 ના રોજ 06.20 વાગ્યે રવાના થઈ હતી. આ ટ્રેન 5 મે, 2021 ની વહેલી સવારે તેના લક્ષ્યસ્થાન પર પહોંચશે. આ ટ્રેનમાં 7 ટેન્કર દ્વારા 140 ટન લિકવીડ મેડિકલ ઓક્સિજન નું પરિવહન કરવામાં આવ્યું છે.

આ ટેન્કર સંયુક્ત આરબ અમીરાત થી પાણીના માર્ગે મુન્દ્રા પોર્ટ આવ્યા હતા. અત્યાર સુધીમાં લગભગ 373 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજનનું 4 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો દ્વારા પરિવહન કરાયું છે. મીશન મોડમાં કરાઈ રહેલા આ કાર્ય થકી ઓક્સિજન ટ્રેનોને માર્ગમાં પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

આ ‘મિશન મોડ’ પર સરકાર શ્વાસ ખુટ્યા ત્યારે કેમ આવી ?
હાલ વિવિધ શબ્દો તળે ઓક્સિજન વિદેશોથી આયાત કરીને તેને તાત્કાલિક જે તે સ્થળોએ મોકલવામાં આવી રહ્યાના ફોટા, વિડિયો સરકારી માધ્યમો દ્વારા હાઈ ક્વોલીટીમાં અપાઈ રહ્યા છે, અને કઈ રીતે સરકાર અને તેના વિવિધ વિભાગો આ કાર્યમાં સંલગ્ન છે તે અંગે સરકાર વર્તમાન પરિસ્થિતીઓ સામે પોતાની તૈયારીઓ દર્શાવવા માંગી રહી છે, પરંતુ પથારીઓ પર પડેલા લોકોના શ્વાસ ખુટવા લાગ્યા ત્યારે સરકાર ‘મીશન મોડ’ માં કેમ આવી અને શું તે મોડુ નથી? તેવો સુર પણ ઉઠવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો