તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:14 કવિએ સ્વ રચીત કાવ્યોનું પઠન કર્યું

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિંધી સાહિત્ય અકાદમી, સિંધી સદાબહાર ચેરિ. ટ્રસ્ટ દ્વારા આયોજન
  • સિંધી, ગુજરાતી, કચ્છી અને હિંદી ભાષામાં પ્રસ્તૂતીઃ કમલેશ માઈદાસાણીને બેસ્ટ પર્સનાલીટી એવોર્ડ

સિંધી સાહિત્ય અકાદમી તથા સિંધી સદાબહાર ચેરિટેબલ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે આદિપુરમાં બહુભાષી કવિ સંમેલનનું આયોજન કરાયું હતું. કોસ્મોપોલીટન સંકુલ ગાંધીધામમાં તેની તાસીર અનુસારજ વિવિધ ભાષાઓની કળાને એક મંચ પર લાવવાની પ્રેરણા આ કાર્યક્રમ થકી અપાઈ હતી. જેમાં સિંધી, ગુજરાતી, કચ્છી તેમજ હિન્દી ભાષામાં 14 કવિઓએ સ્વ રચિત નવા કાવ્યોનું પઠન કર્યું હતું.

જેમાં મુરલી ગોવિંદાણી, જ્યોતિ ભાવનાની, પુષ્પા ભંભાણી, લાલ હોતચાંદણી ‘લાચાર’, મૂકેશ તિલોકાણી, મંજૂ મીરવાણી,પાયલ મેઘાણી, હીના આસવાણી, સંગીતા ખીલવાણી, મેહુલ ભટ્ટ, ઓકેશ ખત્રી, દક્ષા સંઘવી, કુમાર જિનેશ શાહ, હેમા ઠક્કર ‘મસ્ત’ નો સમાવેશ થાય છે.

અકાદમી ના અધ્યક્ષ પદ્મશ્રી ડો. વિષ્ણુ પંડ્યાના અધ્યક્ષ સ્થાને તથા અકાદમીના સભ્ય ડૉ. રોશન ગોલાની, ડો. જેઠો લાલવાણીને ટેલીફોનીક શુભકામના પાઠવી હતી. મુખ્ય અતિથી રુપે ગાંધીધામ પાલિકા પ્રમુખ ઈશિતાબેન ટીલવાણી હતા, તો એડવોકેટ મધુકાંત શાહ, ગુલ દરિયાણી, અશોક માની,રીટાબેન શાહ, પ્રેમ લાલવાણી, ગોવિંદ દનીચા, જય કિશન હેમનાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. એસ. વી. ગોપલાણી, મેહુલ ભટ્ટ, જય શંકર ગોપલાણી, દીપક વાસવાની, રોશન ગોપલાણી સહિતનાએ અતિથીઓનું સ્વાગત, સન્માન કર્યું હતું.

કાર્યક્રમમાં કમલેશ માઈદાસાણીને બેસ્ટ પર્સનાલીટી એવોર્ડ પાલિકા અને સંસ્થા પ્રમુખના હસ્તે એનાયત કરાયો હતો. આયોજનને સફળ બનાવવા આયોજક રોશન ગોપલાણી, ભટ્ટ, દીપક વાસવાની, ચંદુ નવરંગાણી , પૂનમ ગોધવાણી, મંશા ચેતનાનીએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...