ક્રાઇમ / ભચાઉ નજીક કતલખાને જતા 14 જીવ બચાવાયા

14 lives were saved on the way to the slaughterhouse near Bhachau
X
14 lives were saved on the way to the slaughterhouse near Bhachau

દિવ્ય ભાસ્કર

Jul 14, 2020, 04:00 AM IST

ગાંધીધામ. ભચાઉ નજીક લોધેશ્વર રેલ્વે ફાટક પાસે આરઆર સેલની ટીમે ટ્રકમાં ક્રુરતાથી બાંધી કનૈયાબે થી ડીસા કતલખાને લઇ જવાતા 3 પાડા 11 ભેંસો સહિત 14 અબોલ જીવોને બચાવી લઇ ત્રણ ઇસમોની અટક કરી કાયદેસર કાર્યવાહી કરી હતી. પોલીસે જીજે-12-વાય-5714નંબરની ટ્રક ઉભી રખાવી તલાશી લેતાં ટ્રકમાં તાલપત્રી નીચે ક્રુરતાથી બાંધેલી હાલતમાં ભેંસો અને પાડા મળી આવતાં ટ્રકના ભુજના દાદુપીર રોડ પર રહેતા ચાલક પીરશા ભચલશા શેખ અને ક્લીનર અંજારના હેમલાઇ ફળિયામાં રહેતા મામદ હુસેન ગુલામશા શેખની પુછપરછ કરતાં તેઓ આ અબોલ જીવોને કનૈયાબે રહેતા મામદ હુશેન શેખડાડાઆ ઢોર કનૈયાબેથી ભરી આપ્યા છે અને તે ડીસા લઇને જઇ રહ્યા હોવાની કબૂલાત આપી હતી. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી