વિવાદ:136 કાચા કામદારોને મતાધિકાર કેમ નહીં?, ડીપીટીમાં સભ્ય સંખ્યાની વેરીફિકેશનનો મુદ્દો

ગાંધીધામ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

દીન દયાળ પોર્ટમાં યુનિયનોની સભ્ય સંખ્યાની વેરીફિકેશન પ્રક્રિયા આગામી દિવસોમાં થનાર છે તેવા સમયે રેગ્યુલર કર્મચારીની જેમ જ રજા, પગાર સહિતના લાભ લેતા 136 જેટલા કાચા કામના કામદારોને મત આપવાનો અધિકાર કેમ નથી તેવો પ્રશ્ન ઉઠી રહ્યો છે. નિયમમાં જોગવાઇ હોવા છતાં વર્ષોથી આ લોકોને મતદાન કરવા દેવામાં કેમ નથી આવતું તેવો ચણભણાટ પણ હાલ ઉઠ્યો છે. દરમિયાન આગામી દિવસોમાં આ પ્રક્રિયા વધુ વેગવાન બનવાની હોવાનેલઇને જુદા જુદા યુનિયનોમાં ગરમી પણ આવી ગઇ છે.

દીન દયાળ પોર્ટમાં યુનિયનોની સભ્ય સંખ્યાના આધારે વજન પડતું હોય છે. લેબર ટ્રસ્ટીની જોગવાઇમાં પણ આ પરીબળ મહત્વનું બનતું હોય છે. દર વખતે થતી સભ્ય નોંધણી વેરીફિકેશનની પ્રક્રિયામાં દોડધામ ચાલતી હોય છે અને રાજકારણ જેવો જ માહોલ ઉભો થતો હોય છે. જે

તે સમયે થતી આ પ્રક્રિયામાં હાલ નવો વિવાદ ઉભો થઇ રહ્યો છે. જેમાં જે કામદારો કાચા છે તેને આ હકથી વંચિત કોના કહેવાથી રાખવામાં આવી રહ્યા છેતેવો ચણભણાટ ઉઠી રહ્યો છે. નિયમનો હવાલો આપીને આ કર્મચારીઓને પણ ફોર્મ આપવા જોઇએ અને તેને મત આપવાનો અધિકાર છે તેવી દલીલ થઇ રહી છે. આવા સંજોગોમાં આગામી દિવસોમાં નવા જૂની થાય તો નવાઇ નહીં.

અન્ય સમાચારો પણ છે...