ભુજ:પૂર્વ કચ્છમાં 135 વાહન ડિટેઇન : 53100નો દંડ

ગાંધીધામ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસના પગલે ચાલી રહેલા લોકડાઉનના ચોથા તબક્કામાં પણ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂધ્ધ પોલીસ કાર્યવાહી કરી રહી છે જેમાં પુર્વ કચ્છ પોલીસે આખા દિવસ દરમિયાન જાહેરનામાભંગના 43 કેસ નોંધી 66 લોકોની અટક કરી હતી. તો આખા દિવસ દરમિયાન 135 વાહનો ડિટેઇન કર્યા હતા અને સ્થળ પર રૂ.53,100 નો દંડ પણ વસૂલ્યો હતો. ડ્રોન કેમેરા સર્વેલન્સનો પણ ઉપયોગ કરાઇ રહ્યો છે. પોલીસવડાએ આ સમયે અફવાથી દૂર રહેવા અપીલ કરી અફવા ફેલાવનાર વિરુધ્ધ કડક કાયદેસર કાર્યવાહી કરાશે તેવી તાકિદ પણ કરી છે. લોકડાઉનના સમયે વડીલો પરેશાન ન થાય તે માટે દિવસ દરમિયાન 28 સિનિયર સિટીજનોની મુલાકાત લઇ તકલીફ પડ્યે મદદરૂપ થવાની બાહેંધરી પણ અપાઇ હતી. 

અન્ય સમાચારો પણ છે...