તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:શિકારપુર પાસે કારમાંથી 1.35 લાખનો દારૂ મળ્યો, આરોપી છૂ

ગાંધીધામ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરજબારીના ટ્રાફિક સંચાલન સમયે જ પોલીસને સફળતા મળી
  • પોલીસે કાર સહિત 5.35 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

મોરબીના ક્ષતિગ્રસ્ત રેલ્વે બ્રીજને કારણે સર્જાતા ટ્રાફિકજામના સંચાલન કરતી સામખિયાળી પોલીસને શિકારપુર પાસે ઉભેલી કારમાંથી રૂ.1.35 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો જો કે આરોપી ફરાર રહ્યો હતો. સામખિયાળીના પીએસઆઇ એ.વી.પટેલ અને ટીમ સુરજબારી પુલ ઉપર છેલ્લા ત્રણ દિવસથી ટ્રાફીકજામ રહેતો હોઇ ગત રાત્રે ટ્રાફિક હટાવવાની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન હોટલ સાગર આઇમાતા સામે મોરબી હાઇવે પર એક સ્વીફ્ટ કાર ચાલુ હાલતમાં જોવા મળી હતી.

પરંતુ તે કારમાં કોઇ હતું નહી અને દારૂની તીવ્ર વાસ આવતી હોઇ કારની તલાશી લેતાં તેમાંથી રૂ.1,35,000 ની કિંમતના વિદેશી દારૂની 360 બોટલો મળી આવી હતી પણ ચાલક હાજર મળ્યો ન હતો. પોલીસે રૂ.4 લાખની કાર સહિત કુલ રૂ.5,35,000 નો મુદ્દામાલ કબજે કરી ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. કચ્છના પ્રવેશદ્વારમાંથી રાજસ્થાન જ નહીં હવે તો અરુણાચલ પ્રદેશથી પણ અલગ અલગ રીતે વિદેશી દારૂનો જથ્થો હેરફેર કરાઇ રહ્યો છે ત્યારે વધુ એક ખેપનો પર્દાફાશ થયો છે.

અન્ય સમાચારો પણ છે...