તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીધામ નગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠકો માટે મતદાર યાદીની પ્રસિદ્ધી આજે કરવામાં આવી હતી. નગરપાલિકા કક્ષાએ બે તબક્કે નિમાયેલા મદદનીશ ચૂંટણી અધિકારી સમક્ષ કામગીરી શરૂ કરાવવામાં આવી રહી છે. 1,73,725 મતદારો નોંધાયા હોવાના સંકેત મળી રહ્યા છે. અગાઉ 1,67,897 મતદારો નોંધાયા હતા. જેમાં 6802નો વધારો થયાનો અંદાજ છે. અંદાજે 974 જેટલા મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે. વોર્ડ વાઇસ જોવામાં આવે તો સૌથી વધુ મતદારો વોર્ડ નં. 9 માં 15427 અને ઓછા મતદારો વોર્ડ નં.10માં 10189 નોંધાયાની વિગત મળી રહી છે.
નવા સિમાંકન પછી બીજી યોજાઇ રહેલી ચૂંટણીમાં ચૂંટણી અધિકારી તરીકે વોર્ડ નં. 1થી 7 માટે જિલ્લા આયોજન અધિકારી જે.કે. ચાવડા અને વોર્ડ નં. 8થી 13 માટે ભચાઉના પ્રાંત ઓફિસર પી.એ. જાડેજાની વરણી કરવામાં આવી છે. ચૂંટણી સ્ટાફ પણ ફાળવી દેવામાં આવતાં આજે ઓફિસને પાલિકા ખાતે કાર્યરત કરી દેવામાં આવી હતી. ચૂંટણીનું વાતાવરણ આગામી દિવસોમાં ગરમ બનશે તેમ તેમ વહીવટી તંત્રને પણ વધુને વધુ કામગીરી બજાવવી પડશે. સંવેદનશીલ ગણાતા આ કામમાં કોઇ કચાસ ન રહે તે માટે ચૂંટણી પંચની સૂચનાના પગલે જિલ્લા ચૂંટણી અધિકારી અને તેના તાબા હેઠળ મુકવામાં આવેલા મદદનશી ચૂંટણી અધિકારીઓ દ્વારા પગલા ભરવામાં આવી રહ્યા છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.
પોલીસને આ બાબતે સંવેદનશીલ મતદાન મથકો માટે અહેવાલ મોકલી આપવામાં આવ્યો છે અગાઉ ભૂતકાળમાં બનેલા બનાવો સહિતના પાસાઓની ચકાસણી કરીને પોલીસ દ્વારા સંવેદનશીલ કે અતિ સંવેદનશીલ મતદાન મથકોની શ્રેણીની જાણકારી આપવામાં આવશે. આ રિપોર્ટ આવ્યા પછી તંત્ર દ્વારા તેની જાહેરાત થાય તેમ જણાય છે. દરમિયાન નગરપાલિકા કચેરી ખાતે કાર્યરત થયેલા ચૂંટણી અધિકારીઓએ ગઇ કાલે મૈત્રી સ્કૂલ ખાતે જઇને અભ્યાસ કરીને જુદી જુદી બાબતોની સૂચના પણ આપી હોવાના સંકેત મળી રહ્યા છે.
ભાજપ- કોંગ્રેસ સહિત અન્ય પક્ષો પણ સાબદા બન્યા છે
નગરપાલિકા પર કબ્જો જમાવવા કોંગ્રેસ સહિતના અન્ય પક્ષોએ કમર કસી છે. ભાજપ પાસે વર્ષોથી સત્તાનું સુકાન છે તે હટાવવા માટે અન્ય પક્ષોએ પણ પ્રયત્ન શરૂ કરી દીધા છે. આ પરીસ્થિતિ જોતાં જે તે વોર્ડમાં ચારથી વધુ પેનલો ઉભી રહે તેવી શક્યતાહાલના તબક્કે જણાઇ રહી છે. ભાજપ – કોંગ્રેસ, સમાજ વાદી પાર્ટી, આમ આદમી સહિતની પાર્ટી ઉપરાંત અપક્ષો પણ ઉભા રહીને નુકશાન સંબંધિત કક્ષાએ કરી શકે તેવી સ્થિતિ જણાઇ રહી છે. અગાઉ પણ અપક્ષો કેટલાક વોર્ડમાં જોર કરી જતાં અન્ય પક્ષોને નુકશાન થયા છે અને નજીવી સરસાઇથી વિજેતા જે તે પક્ષના ઉમેદવાર બન્યા હતા. અથવા તો મતના વિભાજનને કારણે તેને પરાજયનો સામનો કરવાની નોબત આવી ચુકી છે. દર ચૂંટણીમાં અપક્ષો પોતાની રીતે તાકાત બતાવી રહ્યા છે. ચૂંટણીની કામગીરી જોવામાં આવે તો ટિકિટની ફાળવણીમાં ભાજપે તૈયારી કરી લીધી છે તેવી રીતે કોંગ્રેસે પણ આખરી ઓપ આપી દીધો છે. તાલુકા પંચાયતની બેઠકો માટે સેન્સ લેવની પ્રક્રિયા પુરી કરવા માટે આગામી દિવસોમાં કામગીરી શરૂ કરી દેવામાં આવનાર છે.
ચૂંટણી અધિકારી બદલાયા
ગાંધીધામ નગરપાલિકા માટે બે મદદનીશ ચૂંટણી અધિકારીની અગાઉ જાહેરાત કરવામાં આવી હતી. જે પૈકી વોર્ડ નં. 8થી 13 માટે પ્રજાપતિને મુકવામાં આવ્યા હતા. પરંતુ કોઇ કારણોસર તેના બદલે ભચાઉના પ્રાંત ઓફિસર જાડેજાને મુકવામાં આવ્યા છે. અધિકારીઓ પર કામગીરીનો બોજ હોવાના કારણે પણ ફેરફારો થઇ રહ્યા હોવાના સંકેત મળી રહ્યા છે. જોકે, સામાન્ય રીતે એક વખત ચૂંટણીની કામગીરી શરૂ થઇ ગયા પછી તેમાં જ્વલેજ ફેરફાર થતો હોય છે.
ભાજપના અસંતુષ્ઠનો લાભ લેવા કોંગ્રેસની પણ તૈયારી?
જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ એક બાજુ પ્રદેશ ભાજપના પ્રમુખ દ્વારા કરવામાં આવેલી જાહેરાતના પગલે 60 વર્ષથી વધુ વય અને ત્રણ ટર્મથી ચૂંટાતા સભ્યોને હવે ઘરે બેસવું પડે તેમ છે. પરંતુ અંદરખાને કેટલાક સિનિયરોમાં ચણભણાટ પણ થઇ રહ્યો છે. તે ચણભણાટને લઇને શિસ્તબદ્ધ પાર્ટીમાં કંઇક નવાજૂની થાય તો નવાઇ નહીં. અલબત, આ બાબતે સંગઠન વોચ રાખી રહ્યું હોવાના સંકેત મળી રહ્યા છે અને જે તે સમયે જે પરીસ્થિતિ ઉભી થસે તેમાં ભાજપને નુકશાન ન થાય તે માટે પ્રયત્ન કરવામાં આવશે. તકેદારીના ભાગરૂપે થઇ રહેલી કામગીરીમાં કોઇ કચાસ ન રહે તે માટે પણ પ્રયત્ન થઇ રહ્યાના સંકેત મળી રહ્યા છે. જ્યારે બીજી બાજુ કોંગ્રેસ ભાજપના અસંતુષ્ઠને ટિકિટ ફાળવે તેવી પણ ધારણા હાલના તબક્કે નકારી શકાય તેમ નથી.
કારણ કે, જો અને તોની આ લડાઇમાં રાજકારણના સિદ્ધાંત મુજબ કોઇ કદી કાયમી શત્રુ નથી કે કાયમી મિત્ર પણ નથી. જે લોકોએ સત્તાના સ્વાદ ચાખ્યા છે તેને માટે ઘરે બેસીને ભજન કરવા કે પક્ષના કામ માટે લાગી જવું તે પણ એક પ્રશ્ન છે. અલબત, ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ આવી કોઇ પરીસ્થિતિ ઉભી થાય તેવી સંજોગો જણાતા નથી.
વોર્ડના અંદાજિત વોટર્સ
વોર્ડ | સંખ્યા |
1 | 12761 |
2 | 14613 |
3 | 10189 |
4 | 14286 |
5 | 14710 |
6 | 10412 |
7 | 10994 |
8 | 14664 |
9 | 15427 |
10 | 12852 |
11 | 13549 |
12 | 14019 |
13 | 14344 |
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.