તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમેદવારી પત્ર:ગાંધીધામ પાલિકામાં વધુ 13 ઉમેદવારી પત્ર ભરાયા, મુખ્ય રાજકીય પક્ષો ફોર્મ ભરવા માટે સળવળશે

ગાંધીધામ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • પાલિકામાં 33 અને તા. પં. માટે 5 ફોર્મનો ઉપાડ થયો

ગાંધીધામ નગરપાલિકા અને તાલુકા, જિલ્લા પંચાયતની 28મી ફેબ્રુઆરીના યોજાનાર ચૂંટણી અનુસંધાને ઉમેદવારી પત્ર ભરવાનો પ્રરંભ થઇ ચૂક્યો છે. ચાર દિવસથી શરૂ થયેલી આ પ્રક્રિયામાં આમ આદમી પાર્ટી સહિત અન્ય દ્વારા ઉમેદવારી પત્ર ભરાયા છે. આજે 13 ફોર્મ ભરાતા અગાઉના 12 મળીને કુલ 25 ફોર્મ નગરપાલિકાની 52 બેઠકો માટે જુદા જુદા વોર્ડમાં ભરાયા છે. જ્યારે પંચાયતની 16 અને જિલ્લા પંચાયતની બે બેઠકો માટે હજુ કોઇ ખાતુ ખોલાયું નથી. રાજકારણમાં ચૂંટણીને લઇને જે ગરમી આવવી જોઇએ તે હજુ આવી નથી.

જ્યારે બીજી બાજુ ઉમેદવારોની પસંદગીને લઇને ભાજપ અને કોંગ્રેસમાં ચાલતી ખેંચતાણને લઇને નામ નક્કી થતા નથી. આવા સંજોગો વચ્ચે નગરપાલિકામાં અન્ય પક્ષો કે અપક્ષો દ્વારા ચૂંટણી મેદાને ઝંપલાવવા માટે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ઉમેદવારી પત્ર ભરવામાં છેલ્લા બે દિવસમાં ઘસારો થાય તેવી પરીસ્થિતિને ધ્યાને લઇને કેટલાકે તો અત્યારથી જ પહેલા ઉમેદવારી પત્ર ભરી દેવાની નીતિ અપનાવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ નગરપાલિકામાં ચૂંટણી અધિકારી જાડેજા અને ચાવડા સમક્ષ આજે પણ ઉમેદવારી પત્ર ભરવાનો ઘસારો ચાલું રહ્યો હતો. એકલ- દોકલ ઉમેદવારો દિવસ દરમિયાન ફોર્મ ભરવા આવ્યા હતા. જોકે, વોર્ડ નં.1થી 7ના 21 અને 8થી 13 માટે 12 ફોર્મ મળી અંદાજે 33 ફોર્મનો આજે ઉપાડ થયો હતો. જ્યારે તાલુકા પંચાયતની બેઠકો માટે હજુ કોઇ ઉમેદવારી નોંધાઇ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો