ઉજવણી:રાસગરબા હરિફાઇમાં 128 ખૈલૈયાઓ વિવિધ વેશભૂષા સાથે આરાધનામાં જોડાયા

ગાંધીધામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
દુબઇ ટેક્ષટાઇલ નગર નવરાત્રી - Divya Bhaskar
દુબઇ ટેક્ષટાઇલ નગર નવરાત્રી
  • ગાંધીધામ-આદિપુરમાં નવરાત્રી પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી
  • ​​​​​​​કોરોનાને ધ્યાને લઇ આ વર્ષે શેરી ગરબીઓમાં લોકો ગરબા પર ઝૂમ્યા

ગાંધીધામ-આદિપુરમાં નવરાત્રી અને દશેરા પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે પ્રોફેશનલ ગરબાને મંજૂરી અપાઇ ન હતી પણ શેરી ગરબાને મંજુરી અપાઇ હતી.જેવીસી ટ્સ્ટ ગાંધીધામ દ્વારા પ્રમુખ યોગેશકુમાર સોની, સંસ્થા સ્થાપક પારૂલ વાય. સોની , એકલવ્ય સોની,ડાન્સર પૃથ્વી સોની, દીપા વઝીરાણી અને મોડલ રાહુલ ચંચલાની દ્વારા રાસગરબા, આરતી થાળી ડેકોરેશન સાથે ગરબા ડેકોરેશન હરિફાઈનું ગાંધીધામ મધ્યે આયોજન કરવામાં આવ્યું હતું.

સુંદરપુરી શસ્ત્ર પૂજન
સુંદરપુરી શસ્ત્ર પૂજન

કાર્યક્રમની શરૂઆત સંસ્થાનાં પ્રમુખ સાથે સંસ્થાનાં સેવાભાવીઓ, અતિથિ હરેશકુમાર તુલસીદાસ , જીગર ઠકકર, માસ્ટર સેફ વૈશાલી કતીરા,ઈજનેર પ્રિયંકા ભોજવાણી અને સર્વે ઉપસ્થિતોએ માતાજીની આરતી ભકિતમય વાતાવરણમાં કરી હતી. વિભિન્ન વેશભૂષા સાંસ્કૃતિક પોશાકમાં 128 ખેલૈયાઓએ સ્પર્ધામાં ભિન્ન ભિન્ન ફી સ્ટાઈલથી ગરબાની રમઝટ બોલાવી હતી, તેમજ ગરબા ડેકોરેશન અને આરતીની થાળી ડેકોરેશનમાં બહેનોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો.

સ્પર્ધામાં નિણૉયકો ડાન્સર સોની, વઝીરાણી,ડો.સુનિતા દેવનાની અને મનિષા ગોયલએ સેવા આપી હતી. જુદી જુદી શ્રેણીમાં સ્પધકોને વિજેતા જાહેર કરી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તમામ ભાગ લેનારને સંસ્થા દ્વારા પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અતિથિ અને નિર્ણાયકોને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. આગેવાનો પ્રિયંકા બાગરેચા, સોનલ પટેલ, દીપા બલવાની,કાજલ મોટવાની, મનાલી પટેલ ,અંશુ વજિરાણી,જયોત્સનાબેન સોની, નેહલ ઠકકર, પુષ્પાબેન ઠકકર,રેનુ જેસવાની, મિલી દવે, મયુરી શાહ અને પૂજા ચોટરાનીની ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે બીજી તરફ ગાંધીધામ-આદિપુરમાં માતાજીની આરાધના કરવામાં આવી હતી.

નવ દિવસ સુધી કોઇ અનિચ્છનિય બનાવ બન્યો ન હતો. આદિપુરમાં દુબઈ ટેક્ષ્ટાઈલ માં આશાપુરા નવરાત્રી મહોત્સવ માં ખૈલૈયાઓએ મન મુકી માતાજીની આરાધના કરી હતી.આયોજકોએ પણ સારી સુવિધા ઉપલબ્ધ કરાવી હતી.નવી સુંદરપુરી સતવારા સમાજ દ્વારા દશેરા નિમિતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું. તેમાં વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકર્તાઓ લોકોને સંબોધન કરેલ હતુ. હતા . સતવારા સમાજ ના લોકો પણ બહોળા પ્રમાણમાં ભાગ લીધો હતો .

અન્ય સમાચારો પણ છે...