કાર્યવાહી:1.22 કરોડના વટાણા, 1.17 કરોડની સિગારેટ ઝડપી હતી

ગાંધીધામ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કંડલા કસ્ટમ દ્વારા માહિતી છુપાવવાનો પ્રયાસ

કંડલા કસ્ટમ દ્વારા ગત મહિને ચાર કન્ટૅનરને રોકીને તેમાંથી ટીશ્યુ પેપરની આડમાં વટાણા, સિગારેટનો જથ્થો ઝડપાયાની વિગતો ખુલવા પામી હતી. જે અંગે જે તે સમયે જે જાહેર થયું છે તે મુજબનોજ જથ્થો હોવનું કસ્ટમ વિભાગે કહીને મામલો ટાળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હવે બહાર આવતી ચોંકાવનારી વિગતો જણાવી રહી છે કે કંડલા કસ્ટમ સતત સ્મગલરના નામ, તેની પેઢી અને તેના ભાગીદારોના નામ અને કેસની વિગતોને છુપાવાઈ રહી હતી.

કંડલા કસ્ટમના એસઆઈઆઈબી, જનસંપર્ક અધિકારી સહિતના દ્વારા આ સંવેદનશીલ કેસ અંગે સતત કોઇ માહિતી ન હોવાનો રાગ આલાપવામાં આવી રહ્યો હતો. તે તમામ માહિતીઓ જેને કોઇ કારણોસર છુપાવવા કસ્ટમ સતત ધમપછાડા કરી રહ્યું હતું, તેના પરથી આખરે કસ્ટમનાજ અધિકારી દ્વારા પરદો ઉઠાવાયો હતો.

સુત્રોએ જણાવ્યું કે આ કાર્યવાહીમાં કુલ 9.95 લાખ સિગારેટની સ્ટીક જપ્ત કરાઈ હતી, જેની કિંમત 1.17 કરોડ થવા જાય છે. જે ટીશ્યુ પેપરની આડમાં મંગાવાઈ હતી. તો બીજા કેસમાં 61,180 ગ્રીન પીસ એટલે કે વટણા જપ્ત કરાયા હતા. જેની કિંમત 1.22 કરોડ અ થવા જાય છે. જે ખરેખર તો ડીજીએફટીના નોટિફિકેશન અનુસાર પ્રતિબંધીત આઈટમોમાં સામેલ છે.