તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દબાણો ખુલ્લા કરાયા:પોસ્ટ ઓફિસ આસપાસના ઝૂંપડા સહિતના 12 દબાણો હટાવાયા

ગાંધીધામ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષો જૂના નાળા પરના દબાણો ખુલ્લા કરાયા
  • પાલિકા સમક્ષ પોસ્ટ ઓફિસ પ્રશાસન સહિતનાએ રજૂઆત કરી હતી

ગાંધીધામ નગરપાલિકામાં પોસ્ટ ઓફિસ, આઇબી ઓફિસ વગેરે દ્વારા તેના વિસ્તાર આસપાસ દબાણ દૂર કરવા માટે માગણી કરવામાં આવી હતી. આજે પાલિકા દ્વારા 12થી વધુ દબાણો દૂર કરાયા હતા. જેમાં 4 ઝૂંપડા અન્ય ધંધાર્થી, ટાયર ટ્યુબની દુકાન વગેરેનો સમાવેશ થાય છે. વર્ષો જૂનું નાળું પણ બંધ હાલતમાં હતું જેને લઇને પાણીના નિકાલનો પ્રશ્ન ઉભો થતો હતો તે અંગે પણ પગલા ભરીને નાળું ખુલ્લું કરાય તે માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પાલિકા દ્વારા દબાણ દૂર કરવાની દિશામાં પગલા ભરવાની કામગીરીને વેગ આપવામાં આવી રહ્યો છે. પાલિકાના પ્રમુખ ઇશિતા ટિલવાણી, ચીફ ઓફિસર દર્શનસિંહ રાઠોડ, કારોબારી ચેરમેન પુનીત દુધરેજીયા વગેરેની સૂચનાથી ઓપરેશન હાથ ધરીને દબાણ દૂર કરવામાં આવ્યું હતું. આજે પોસ્ટ ઓફિસ, આઇબી ઓફિસ સહિતના વિસ્તારમાં રહેલા દબાણો દૂર કરવા માટે જેસીબી સાથે પોલીસ રક્ષણ લઇને પાલિકાના દબાણ શાખાના કર્મચારીઓ ત્રાટક્યા હતા.

અન્ય સમાચારો પણ છે...