કાર્યવાહી:ચુડવામાંથી 11.55 લાખનું બેઝ ઓઇલ જપ્ત કરાયું, પોલીસે ટેન્કર, મોટર સહિત 21.63 લાખનો મુદ્દામાલ પકડ્યો

ગાંધીધામ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામ નજીક ચુડવા સીમમાંથી સ્થાનિક પોલીસે અંજાર વિભાગના ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ દરોડો પાડી રૂ.11.55 લાખના બેઝ ઓઇલ ઝડપી ત્રણ વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. આ બાબતે બી-ડિવિઝન પોલીસ મથકના પીઆઇ એસ.એન.કરંગીયાએ વિગતો આપી હતી કે, વરસામેડીની બાગેશ્રી સોસાયટીમાં રહેતો વિજય શર્મા ( અગ્રવાલ) પોતાના સાગરિતો મારફત ચુડવા સીમમાં આવેલા ગૌતમ ટ્રાન્સપોર્ટ આર.આર.ઇન્ડીયા લોજિસ્ટીકની બાજુમાં આવેલા વાડામાં ગેરકાયદેસર રીતે બેઝ ઓઇલનો ટેન્કરમાં સંગ્રહ કરી તેનો અન્ય વાહનોમાં ઇંધણ તરીકે વેંચાણ કરતો હોવાની બાતમીના આધારે અંજાર વિભાગના ડીવાયએસપી ડી.એસ.વાઘેલાના માર્ગદર્શન હેઠળ દરોડો પાડી રૂ.11,55,000 ની કિંમતનું આશરે 21,000 લીટર રેઝ ઓઇલનો જથ્થો ઝડપી લઇ ટેન્કર, દક્રોસિંગ માટેની ઇલેકટ્રીક મોટર, લીટરની ક્ષમતા માટેનું ઇલેક્ટ્રીક મશિન અને 50 મીટર કેબલ સહિત કુલ રૂ.21,63,000 નો મુદ્દામાલ જપ્ત કરી ગળપાદરની નરેશ્વર સોસાયટીમાં રહેતા જયેશભાઇ શામજીભાઇ આહિર, જયેશભાઇ નાનજીભાઇ ચૌધરી અને પાટણના રાધનપુરના નિકુલ જેવતભાઇ ચૌધરીને પકડી લઇ તેમના વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જો કે આ દરોડામાં બાગેશ્રીમાં રહેતો વિજય શર્મા (અગ્રવાલ) હાજર મળ્યો ન હતો. આ કામગીરીમાં પીઆઇ સાથે એએસઆઇ કિર્તી ગેડિયા, હેડકોન્સ્ટેબલ ગલાલ પારગી, સામત પટેલ, હાજાભાઇ ખટારીયાન, કોન્સ્ટેબલ ધર્મેશ પટેલ, ગૌતમ સોલંકી, અજય સવસેટા, મહિપાર્થસિંહ ઝાલા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...