તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:આંબલિયારા પાસે પવનચક્કીના 1.14 લાખના કેબલ-પ્લેટ ચોરાયા

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15/7 થી ચાર માસ દરમિયાન ચોરી થઇ હોવાની ફરિયાદ દાખલ કરાઇ

ભચાઉ તાલુકાના આંબલિયારા ગામની સીમમાં આવેલી પવનચક્કીનું લોક ખોલી અજાણ્યા ઇસમોએ રૂ.1.14 લાખની કિંમતના કેબલ અને પ્લેટની ચોરી કરી હોવાની ઘટના સામખિયાળી પોલીસ મથકે નોંધાઇ છે. આ બાબતે અંજારની નાની ખેડોઇ રહેતા અને આંબલીયારા-જંગી વિસ્તારમાં આવેલી સુઝલોન કંપનીની પવનચક્કી આવેલી છે તેમાં આર્મ્સ ટ્રંક સિક્યુરિટી માં ફરજ બજાવતા સાઇડ ઇન્ચાર્જ ધીરૂભા ભુરૂભા જાડેજાએ નોંધાવેલી ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે, ગત તા.15/4 થી તા.7/7 દરમિયાન આંબલિયારા સીમમાં આવેલી પવનચક્કી નંબર – એસ-102 અને એસ-33 નું લોક ખેંચી હલ્ડ્રાફ કોઇ સાધન વડે કાપી ટાવરમાંથી કોઇ અજાણ્યા ઇસમોએ રૂ.1,14,000 ની કિંમતના કોપર કેબલ અને પ્લેટોની ચોરીને અંજામ આપ્યો હતો.

પહેલાં પોતાની રીતે તપાસ કરી હોવાને કારણે ફરિયાદ નોંધાવવામાં મોડું થયું હોવાનું તેમણે સામખિયાળી પોલીસ મથકે જણાવ્યું છે. પીએસઆઇ એ.વી.પટેલે વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ વિસ્તારમાં આવેલી પવનચક્કીઓમાંથી અવાર નવાર ચોરીઓના બનાવો સમયાંતરે બનતા રહે છે.

મેઘપર-બો. લાકડાના કારખાનાનું તાળું તોડી ચોરો ટીવી અને સેટઅપ બોક્સ ચોરી ગયા
અંજાર તાલુકાના મેઘપર-બો.માં લાકડાના કારખાનાનું તાળું તોડી ચોરો ટીવી અને સેટઅપ બોક્સની ચોરી કરી જતા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ંજાર પોલીસ મથકેથી 65 વર્ષીય હંસરાજભાઈ વાલજીભાઈ પટેલની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ મેઘપર-બો.માં ફરિયાદીનું ભાદાણીવુડના નામથી લાકડાનું કારખાનું આવેલું છે.

જે તા. 7/7ના બંધ કરી ફરિયાદી ઘરે ગયા હતા. બીજા દિવસે સવારે આવીને જોયું તો કારખાનાનો તાળો તૂટેલો હતો અને તેમાંથી રૂ. 5000ના કિંમતની ટીવી અને રૂ. 1000ના કિંમતનો સેટઅપ બોક્સ ઉપરાંત એક સૂટકેસમાં રાખેલા જરૂરી કાગળોની ચોરી થઈ ગઈ હતી. જે બાદ ફરિયાદીએ અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...