તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અલાયદો પકોડા દિવસ:ઝુલેલાલ મંદિરમાં 111 કિલો વૈવિધ્ય સભર પકોડા ધરાવાયા

ગાંધીધામ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
સિંધી પકોડા દિવસ પ્રસંગે યોજાયેલી હરીફાઇમાં સ્પર્ધકોએ વાનગીને શણગારથી સજાવી હતી. મુખ્ય બજારમાં વેપારીઓએ સ્ટોલ લગાવીને લોકોનેે પકોડાનો રસાસ્વાદ કરાવી અનોખી ઉજવણી કરી હતી. - Divya Bhaskar
સિંધી પકોડા દિવસ પ્રસંગે યોજાયેલી હરીફાઇમાં સ્પર્ધકોએ વાનગીને શણગારથી સજાવી હતી. મુખ્ય બજારમાં વેપારીઓએ સ્ટોલ લગાવીને લોકોનેે પકોડાનો રસાસ્વાદ કરાવી અનોખી ઉજવણી કરી હતી.
  • ગાંધીધામમાં ઉત્સાહ સાથે ઉજવાયો અલાયદો પકોડા દિવસ
  • વિવિધ પ્રકારના ભજીયાઓનો આસ્વાદ લોકોએ માણ્યો
  • સિંધી પકોડા દિવસ નિમિત્તે વિવિધ પકોડા બનાવવા માટેની સ્પર્ધા યોજાઈઃ સંસ્કૃતિ અને ભોજનને ઉજાગર કરવાનો ઉદેશ્ય

આજરોજ તારીખ 5 જુલાઈ 2021 વિશ્વ સિંધી પકોડા દિવસની ઉજવણી વિશ્વ સિંધી સેવા સંગમ (વી.એસ.એસ.એસ‌ )ના‌ હોદેદારો દ્વારા ઝુલેલાલ મંદિર ગાંધીધામ માં કરાઇ હતી. 111 કિલો અલગ અલગ વેરાઇટી ના પકોડા બનાવવામાં આવ્યા હતા. આ સાથે આદિપુરમાં પણ ઝુલેલાલ મંદિર સહિતના સ્થળોએ પકોડા દિવસની ઉજવણી કરાઈ હતી. ગાંધીધામની મુખ્ય બજારમાં વેપારીઓએ સ્ટોલ લગાવીને જન સામાન્યને પકોડાનો લુત્ફ અપાવ્યો હતો, જેમાં સના પકોડા,પટાટે, મીર્ચી,પાલક, મેથી, બ્રેડ, અંબડી, પનીર, બીહન, ટમાટન, બસરના પકોડાનો સમાવેશ થાય છે.

ગાંધીધામ નગરપાલિકા ના પ્રમુખ ઈશિતા ટિલવાણી અને ગાંધીધામ સિંધી સમાજના પ્રમુખ કુંદન કુમાર ગ્વાલાણી દ્વારા ભગવાન ઝૂલેલાલ ને ભોગ ધરાવી અને વિતરણ કરવામાં આવ્યું હતું. અન્ય મહેમાનોમાં નરેશ ગુરુબાણી, દિનેશ લાલવાણી, કમલેશ પરિયાણી, મહાદેવ રાજાણી લલિત વિઘાણી, રાજુ નાઉમલ હાજર રહ્યા હતા. આ આખા પ્રોગ્રામની જહેમત વિશ્વ સિંધી સેવા સંગમ ની ટીમ રાજુભાઈ ચંદનાણી, દેવ મોહનાણી,સુજાતા પ્રધાન, પ્રિયંકા ભોજવાણી, પ્રદીપ, શૈલેષ રામચંદાણી, કિશોર મલાણી,મનોજ મુલચંદાણીએ ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...