ઘરફોડ ચોરીનો સિલસિલો:મોલ ચોરીમાં બે પાસેથી 10.66 લાખની મત્તા જપ્ત

ગાંધીધામ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિક્યુરીટી તથા હાઉસકિપિંગના કર્મચારીઓએ જ ષડયંત્ર રચ્યું હતું : એક આરોપી અરવલ્લી પાસે, બીજાને સ્થાનિક પોલીસે પકડી લીધો

ગાંધીધામના ધમધમતા વિસ્તારમાં આવેલા હાયપર માર્ટમાંથી 13.70 લાખની ચોરીને અંજામ આપનાર મોલના જ બે કર્મચારીઓ પકડાઇ ગયા છે અને બન્ને પાસેથી કુલ રૂ.10.66 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી. પકડાયેલા ચાર આરોપીઓ પૈકી બે કાયદાના સંઘર્ષમાં આવેલા કીશોર હોવાનું પોલીસે જણાવ્યું હતું.

શહેરના ટાગોર રોડ પર રોટરી સર્કલ પાસે આવેલા ઓશીયા મોલમાં દરવાજા તોડી ગત તા.2/1 ના રાત્રી દરમિયાન રૂ.13.50 લાખની રોકડ તથા રૂ.20 હજારની કિંમતના 77 ચાંદીના સિક્કા મળી કુલ રૂ.13.70 લાખની ચોરી થઇ હોવાની ઘટના બાદ મોડાસાના અરવલ્લીની લોકલ ક્રાઈમ બ્રાંચે મુળ યુપીના આરોપી માધવ પ્રેમસિંગ ગોપી જાટવને રોકડ 1.78 લાખ,ચાંદીના નાના મોટા 31 સિક્કા અને બે ફોન મળીને કુલ2,85,500ના મુદામાલ સાથે ઝડપી પાડ્યો હતો. આ ચોરીને આ હાયપર મોલમાં સિક્યુરીટી અને હાઉસ કીપિંગના કર્મચારીઓએ જ ષ્ડયંત્ર રચી અંજામ આપ્યો હોવાનો ખ્યાલ આવી જ ગયો હતો.

આ ચોરીને અંજામ આપનાર બીજા આરોપી મુળ સિધ્ધપુરનો હાલે ગાંધીધામના ભારતનગરમાં રહેતા કલ્પેશ ડાહ્યાભાઇ વાલ્મીકીને સ્થાનિક પોલીસે પકડી લીધો હતો. બન્ને જણા પાસેથી રૂ.8,41,780 રોકડ રકમ સહીત કુલ રુ.10,66,080 નો મુદ્દામાલ જપ્ત કરી વધુ પુછપરછ હાથ ધરાઇ છે. આ કામગીરીમાં એ-ડિવિઝન પોલીસ મથકના પીઆઇ એમ.એમ.જાડેજા, પીએસઆઇ એન.વી.રહેવર સાથે સ્ટાફ જોડાયો હતો.

આરોપીએ ચોરીની રકમમાંથી 1.20 લાખનો મોંઘો મોબાઇલ પણ લઇ લીધો
મોલમાં જ સિક્યુરીટી અને હાઉસ કિપીંગમાં નોકરી કરતા ચાર જણાએ 13.70 લાખની ચોરી કરી ભાગલા પાડી વહેંચણી કરી લીધી હતી જેમાં એક આરોપીએ તેને મળેલી રકમમાંથી રૂ.1,20,000 ની કિંમતનો મોંઘો મોબાઇલ ખરીદ્યો હતો જે પણ પોલીસે કબજે લઇ લીધો છે.

દરવાજા તોડી ખાનામાંથી રોકડ સાથે આવેલા 29 ડોલર પણ જપ્ત કરાયા
મોલમાં દરવાજો તોડી ચાર કર્મીઓએ જ કરેલી ચોરી દરમિયાન ખાનામાં રોકડ સાથે રાખેલું ડોલરનું ચલણ પણ હાથમાં આવી ગયું હતું. પોલીસે પકડેલા આરોપીઓ પાસેથી 29 ડોલર પણ કબજે કર્યા હતા.

રેલ્વે કર્મીના ઘરમાંથી 3.50 લાખની માલમત્તા ચોરાઇ
ગાંધીધામની રેલ્વે કોરોનીમાં રહેતા સિનિયર ગુડ્ઝ ગાર્ડના પુજા રૂમનું પતરૂં તોડી ઘરમાં પ્રવેશેલા તસ્કરોએ 3.10 લાખના દાગીના અને રૂ.40 હજાર રોકડ મળી કુલ 3.50 લાખની માલમત્તાની ચોરીને અંજામ આપ્યો હોવાની ઘટના એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.

ગાંધીધામ રેલ્વે કોલોનીમાં રહેતા અને રેલ્વેમાં સિનિયર ગુડ્ઝ ગાર્ડ તરીકે ફરજ બજાવતા અમિત સુદર્શન કુશ્વાહએ નોંધાવેલી ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ ગત સાંજે પરિવાર સાથે મકાન બ઼ધ કરી સુંદરપુરીમાં બિમાર સબ઼ધીની ખબર કાઢવા ગયા હતા. રાત્રે દસેક વાગ્યે ઘરે પરત આવ્યા ત્યારે પાછલા વરંડા અને રુમની લાઇટો ચાલુ જોતાં ચોંક્યા હતા. તાત્કાલીક ત્યા઼ જઇને જોયું તો પૂજા રૂમનું સિમેન્ટનું બનાવેલું પતરૂં તૂટેલું જોવા મળ્યું હતું.

ઘરની અંદર ગયા તો સામાન વેર વિખેર પડ્યો હતો તપાસ કરતાં પતરૂં તોડી ઘરમાં પ્રવેશેલા તસ્કરોએ કબાટમા઼થી રૂ.1,90,000 ની કિંમતનો 3.5 તોલાનો સોનાનો સેટ, રૂ.80,000 ની કિંમતની સોનાની 3 ચેઇન, રૂ.40,000 ની કિંમતની સોનાની 4 વીંટી તથા રૂ઼40,000 રોકડ મળી કુલ રૂ.3,50,000 ની માલમત્તા ચોરી કરી હોવાનો ખ્યાલ આવતાં આ બાબતે તેમણે અજાણ્યા ઇસમો વિરૂધ્ધ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પીઆઇ એમ.એમ.જાડેજાએ વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે સંકુલમાં ઘરફોડ ચોરીનો સિલસિલો નવા વર્ષમા઼ પણ જારી રહ્યો છે. અગાઉ પણ રેલ્વે કોલોનીના ઘરમાંથી ચોરીઓ થઇ ચુકી છે.

અન્ય સમાચારો પણ છે...