તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:મીઠીરોહરની દુકાનમાંથી 10 ગ્રામ માદક પદાર્થ ઝડપાયો

ગાંધીધામ16 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • કચ્છ આર્કેડની ઓફિસ પર એસઓજીએ દરોડો પાડીને ઝડપાયો, એફએસએલ રિપોર્ટ માટે મોકલાયો

મીઠીરોહર નજીક આવેલા આર્કેડની એક દુકાનમાંથી પૂર્વ કચ્છ એસઅોજીની ટીમે બાતમીના આધારે દરોડો પાડતાં દુકાનમાંથી 10.260 ગ્રામ માદક પદાર્થ મળી આવતાં આ માદક પદાર્થ એફએસએલમાં મોકલી વધુ તપાસ બી-ડિવિઝન પોલીસને સોંપી છે. નોંધવું રહ્યું કે આ વિસ્તારમાં અગાઉ પણ માદક પદાર્થો મળવાનો સીલસીલો ચાલતો રહ્યો છે. પૂર્વ કચ્છ એસઓજી પીઆઇ વી.પી.જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમે મીઠીરોહર પાસેના કચ્છ આર્કેડમાં આવેલી 27 નંબરની દુકાનમાં સ્થિત સાંઇ કોલ ટ્રેડર્સ પ્રા.લિ.માં દરોડો પાડ્યો હતો

જેમાં દુકાનમાંથી 10.260 ગ્રામ માદક પદાર્થ મળી આવતાં વેપારી રાજીવકુમાર સતનામ હસીજાની પ્રાથમિક પુછપરછ કરી વધુ તપાસ બી-ડિવિઝન પોલીસને સોંપી હતી. આ બાબતે પીઆઇ સુમિત દેસાઇને પુછતાં તેમણે જણાવ્યું હતું કે, માદક પદાર્થ કયો છે તે તપાસ માટે એફએસએલ માટે મોકલાવાયો છે તેનો રીપોર્ટ આવ્યા બાદ આ માદક પદાર્થ ક્યા઼થી આવ્યો કેટલા સમયથી આ રાખવામાં આવી રહ્યો છે એ તમામ તપાસ આદરવામાં આવશે. અગાઉ પણ આ વિસ્તારમાં માદક પદાર્થો મળી ચુક્યા છે ત્યારે પોલીસ દ્વારા બહારથી આવતા કાર્ગો પર જરૂરી તપાસ કરાય તે માટેની જરૂરી કાર્યવાહી માટેની રાવ ઉઠતી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો