લોકડાઉન 4:જુગાર રમતા 10 ખેલી 1.06 લાખની રોકડ સાથે પકડાયા, 5 વાહન, 7 મોબાઇલ સાથે 3.51 લાખનો મુદ્દામાલ જપ્ત 

ગાંધીધામ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામના કાર્ગો બાપાસિતારામનગરમાં રાત્રે લાઇટના અજવાળામાં જુગાર રમી રહેલા 11 શકુનિ શિષ્યો પર બી-ડિવિઝન પોલીસ ત્રાટકી હતી અને રૂ.1,06,000 રોકડ સાથે પકડી લીધા હતા તેમના કબજામાંથી પોલીસે 5 વાહન અને 7 મોબાઇલ સહિત કુલ રૂ.3.51 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દરોડા સમયે એક જુગારી ફરાર થવામાં સફળ રહ્યો હતો. પીઆઇ સુમિત દેસાઇએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગત રાત્રે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કાર્ગો બાપા  સિતારામનગરમાં દરોડો પાડી લાઇટના થાંભલા નીચે ગંજીપાના વડે જુગાર રમી રહેલા 10 જુગારીઓને રૂ.1,06,000 રોકડ રકમ અને રૂ.1,00,500 ની કિંમતના 7 મોબાઇલ અને રૂ.1,45,000 ની કિંમતના 5 વાહનો મળી કુલ રૂ.3,51,500 ના મુદ્દામાલ સાથે 10 ખેલીઓને પકડી લીધા હતા પરંતુ પોલીસને જોઇને ભાગવાની કોશિષમાં કાર્ગો એકતાનગરમાં રહેતો શિવરાજસિંહ નરેન્દ્રસિંહ ઝાલા ફરાર થવામાં સફળ રહ્યો હતો. આ કામગીરીમાં પીઆઇ સાથે એએસઆઇ કિર્તી ગેડિયા, હેડકોન્સટેબલ ગલાલ પારગી, કોન્સટેબલ જગદિશ સોલંકી, રવિરાજસિંહ પરમાર, રાજદિપસિંહ ઝાલા, મહીપાર્થસિંહ ઝાલા, ખોડુભા ચુડાસમા અને રાજા હિરાગર જોડાયા હતા. 

આ છે પકડાયેલા જુગારીઓના નામ 
1.    કરણ નરેન્દ્રસિંહ ઝાલા, રહે. કાર્ગો એકતાનગર
2.    મુસ્તફા ઇમામશાહ દિવાન, કાર્ગો એકતાનગર
3.    જગદિશ હરખાભાઇ પરમાર, કાર્ગો એકતાનગર
4.    ફારૂખ રમજુ ફકીર, ગણેશનગર, ગાંધીધામ
5.    બાબુ ફકીરભાઇ મકવાણા, કાર્ગો એકતાનગર
6.    પ્રહલાદ જગદિશભાઇ ઠાકોર, કાર્ગો એકતાનગર
7.    જામ મહમ્મદ દાસમ કુંભાર, કાર્ગો એકતાનગર
8.    ભરતભાઇ બલ્લુભાઇ વાઘેલા, કાર્ગો એકતાનગર
9.    શરીફ રહીમભાઇ ત્રાયા, કાર્ગો આંબેડકરનગર
10.    ગુલ્લુ અંતરજા પ્રધાન, પીએસએલ કાર્ગો, ગાંધીધામ

અન્ય સમાચારો પણ છે...