તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નૃત્ય શ્રુંખલાનું આયોજન:ગાંધીધામના 10 નૃત્ય કલાકારોએ દશાવતાર અને અષ્ટપદી રજુ કર્યા

ગાંધીધામ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છ અને કચ્છી કલાકારોને આગળ વધારવાનો માર્ગમ સંસ્થાનો અભિગમ

ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદના પેજ પર કલા વિશ્વ નામની સાંસ્કૃતિક શ્રુંખલામાં ભારતીય નૃત્ય શૈલી ભારતનાટ્યમની પ્રસ્તુતિ માટે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાંધીધામની કલા સંસ્થાના 10 કલાકારોએ ભાગ લીધો હતો. કલાકારોએ રજુ કરેલા દશાવતાર અને અષ્ટપદીની પ્રસ્તુતિએ દાદ મેળવી હતી.

અમદાવાદ ખાતે યોજાયેલા આઇસીસીઆરના કાર્યક્રમમાં કલા ગુરૂ ધારા શાહ સાથે નૃત્યમાં પારંગત એવા સિનિયર 4 તથા અન્ય જુનિયર 10 છાત્રોએ પ્રસ્તુતિ રજુ કરી હતી. વિશ્વના શાસ્ત્રીય નૃત્ય તથા લોક નૃત્યની સંસ્કૃતિને આગળ વધારવા આઇસીસીઆર મહેનત કરે છે. તેના રિજનલ ડાયરેક્ટર જીગર ઇમાનદાર અને કો-ઓર્ડિનેટર સુકાનભાઇ ભટ્ટની ટીમ કાર્યરત છે.

ગુજરાતના પેજ પર શાહ તથા તેમના છાત્રોએ માર્ગમની રજુઆત કરી હતી. તેમાં છાત્રોમાં પ્રિયલ ઝવેરી, વીધી બજાજ, સેજલ મૈશેટ્ટી, દેવિયાની દક્ષીણી, રાશિ શાહ , વિશ્વા વરૂ, યેશા ઠક્કર, કામના મેઘાણી, વિદ્યાશ્રી મિલાક, જીલ પંજાબી, ગ્રીષ્મા શિરીકુલમ, પુજા ચંદ્રા, માહિ ઠક્કર, ધ્રુવાંશી ચૌહાણ જોડાયા હતા. સંસ્થાના ધારા શાહે જણાવ્યું હતું કે, એક કચ્છી કલાકાર તરીકે પ્રસ્તુતિ આપીને ગૌરવની લાગણી અનુભવું છું. આગળ પણ ગાંધીધામની સંસ્થા કચ્છ અને કચ્છી કલાકારોને આગળ વધારવા તત્પર રહેશે.

અન્ય સમાચારો પણ છે...