તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સર્વે:1 શિક્ષક પાસે 252 છાત્રો અભ્યાસ કરતા હોવાનો અંદાજ

ગાંધીધામ2 મહિનો પહેલાલેખક: મહાદેવ મહેતા
 • કૉપી લિંક
 • કચ્છ જિલ્લામાં પ્રાથમિકમાં 8579, માધ્યમિક ઉચ્ચતરમાં 3134 ગુરૂઓ જ્ઞાન પીરસી રહ્યા છે : 2,27,236 છાત્રો
 • આદિપુરમાં કોલેજોમાં પુરતા પ્રમાણમાં સ્ટાફની અછત વચ્ચે 4000થી વધુ છાત્રો કરે છે અભ્યાસ : શિક્ષણને પડી રહી છે અસર

રાજ્ય સરકાર દ્વારા શિક્ષણને ઉત્તેજન આપીને છેવાડાના વિસ્તારમાં પણ શિક્ષણની સવલત આપી શકાય તે માટે પગલા ભરવામાં આવતા હોય છે. જિલ્લામાં જોવામાં આવે તો એક અંદાજ મુજબ જિલ્લામાં પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ આપતા 8579 અને માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ આપતા 3134 શિક્ષકો કાર્યરત છે. જ્યારે કોલેજોમાં 284 જેટલો પ્રાધ્યાપકો છાત્રોની શિક્ષણની તરસ છીપાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કરોડો રૂપિયાની ગ્રાન્ટ લેતી સંસ્થાઓમાં તાજેતરમાં કોરોનાના ગ્રહણને લઇને અનેકવિધ પ્રશ્નો ઉભા થયા છે અને સમસ્યાનો સામનો કરી રહ્યા છે, તેમ છતાં શિક્ષણની સેવાની જ્યોત જલાવવામાં પાછી પાની કરતા નથી.

જિલ્લા પંચાયતની વર્ષ 2019-20ની બહાર પડેલી પુસ્તિકાની વિગત મુજબ જિલ્લામાં જોવામાં આવે તો શાળા કોલેજોમાં શિક્ષણની વ્યવસ્થામાં કેટલીક ખામીઓ કે જેમાં શાળાનું મેદાન ન હોવા, બેંચની ક્ષમતા ઓછી વગેરે બાબતો હોવા છતાં કુલ 2,27,236 છાત્રો અભ્યાસ કરતા હોવાનો અંદાજ છે. જે વિદ્યાર્થી એક શિક્ષદ દીઠ 252ની એવરેજ છે, જે પણ વધુ પડતું કહી શકાય. વર્ગ દીઠ યુજીસીનું નોમ્સ 90 છાત્રોનું છે જ્યારે શાળાઓમાં 45થી 60નો રેસીયો હોય છે.

રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટીએ મોટા ગણાતા સરહદી જિલ્લામાં જે રીતે આર્થિક, ધાર્મિક અને ઔદ્યોગિક ક્ષેત્રે નામના મેળવી છે તે રીતે જ શિક્ષણના ક્ષેત્રમાં પણ સારૂું એવું કાઠું કાઢ્યું છે તેમ કહી શકાય. કલા જગતથી લઇને અન્ય ક્ષેત્રમાં પણ જિલ્લામાં અનેકવિધ પ્રવૃતિઓ જુદી જુદી સંસ્થાઓ ચલાવી રહી છે. જેને લઇને સંસ્કૃતિનું પણ જતન થાય છે. દરમિયાન ગાંધીધામમાં જોવામાં આવે તો કચ્છની આર્થિક પાટનગરીમાં ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

ગાંધીધામ તાલુકામાં એક અંદાજ મુજબ 504 શિક્ષકો પાછળ માસીક બે કરોડ રૂપિયાનો પગાર સરકાર દ્વારા ચુકવવામાં આવે છે જ્યારે સ્વનિર્ભર કે નોન ગ્રાન્ટેડ શાળાઓમાં પણ શિક્ષણ આપવામાં આવે છે. અત્યારે તો કોરોનાના પગલે ઓનલાઇન વ્યવસ્થા થઇ છે જેમાં 75 ટકા જેટલી ફી આપવાની હાલ જાહેરાત કરવામાં આવી છે તે મુજબ સંબંધિત છાત્રો જો ફી નહીં ભરે તો તેને પરીક્ષાના ફોર્મ ભરવા દેવામાં નહીં આવે તેવી પણ શક્યતાઓ ઉભી થઇ રહી છે. પરંતુ આ બાબતે સઘળું ચિત્ર 31 ડિસેમ્બર પછી સ્પષ્ટ થશે. કેટલીક શાળાઓમાં શિક્ષકોનું શોષણ કરવામાં આવી રહ્યું છે. પગાર વધુ બતાવીને ઓછો પગાર આપી સહી કરાવવામાં આવી રહ્યાની ફરિયાદો પણ ઉઠી રહી છે.

આ બાબતે મામલો શિક્ષણ વિભાગ સુધી જાય તેવી શક્યતાઓ હાલ જણાઇ રહી છે. શિક્ષણ નગરી ગણાતી આદિપુરમાં તોલાણી સંચાલક મંડળ અને રાજાભાઇ પટેલ સહિત અન્ય સંસ્થાઓ ઉચ્ચ શિક્ષણ આપી રહ્યા છે. જોવામાં આવે તો આચાર્ય સહિત મહત્વની કેટલીક જગ્યાઓ ખાલી રહેતી હોય છે. જેને લઇને ચણભણાટ પણ ઉઠે છે અને પ્રાધ્યાપક કે શિક્ષકોની ખાલી જગ્યાને લઇને શિક્ષણને પણ અસર પહોંચતી હોય છે. કાયદા વિદ્યાશાખામાં તો ડામાડોળ સ્થિતિ પ્રથમ વર્ગ માટે સર્જાઇ છે. જેમાં બાર એસોસિએશનના નિર્ણયને લઇને આદિપુર જ નહીં રાજ્યની કાયદા શાખાની કોલેજોમાં હજુ કોકડું ગુંચવાયેલું છે.

શિક્ષણ સમિતિના વહીવટમાં થતા વિવાદ
સરકારી કે ગ્રાન્ટ ન લેતી શાળાઓ ઉપરાંત જિલ્લામાં લોકલ બોડી આધારીત શિક્ષણની વ્યવસ્થા પણ ચાલી રહી છે. જેમાં જે તે શિક્ષણ સમિતિઓ દ્વારા વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે. શિક્ષકોના મહેકમની ગણતરીએ પણ ઘટ પડતી હોય છે. જેને લઇને વધઘટના કેમ્પ કરવામાં આવતા હોય છે. અલબત, કેટલીક વખત શિક્ષકોના જિલ્લા બદલી કેમ્પ કે વધઘટના કેમ્પોમાં પારદર્શીતા જાળવવામાં આવતી ન હોવાની ફરિયાદ પણ ઉઠતી હોય છે. શિક્ષણ સમિતિઓ સ્થાનિક સ્તરે વહીવટ કરે છે તેમાં અંજાર સહિતના શહેરોમાં મોટા પાયા પર વિવાદો પણ થઇ ચૂક્યા છે.

ગાંધીધામ તા.માં 504 શિક્ષક, 2 કરોડનો પગાર
ગાંધીધામ તાલુકા પંચાયત હસ્તક શિક્ષણ શાખા દ્વારા ગ્રામીણ વિસ્તારની શાળાઓનું મોનીટરીંગ કરવામાં આવે છે. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કૃપાલીબેન વાગડીયાએ જણાવ્યું હતું કે, 56 શાળાના 504 શિક્ષકો કાર્યરત છે. અંદાજે 2 કરોડ જેટલો માસીક પગાર થઇ રહ્યો છે.

રોટરીનગર સહિતની શાળામાં શિક્ષક જ નથી
રોટરીનગરની શાળા અને અંગ્રેજી મીડીયમની અન્ય એક શાળામાં શિક્ષક ન હોવાથી શાળા વ્યવસ્થા થકી વહીવટ ચલાવવામાં આવે છે. જેમાં જે તે દિવસે કોઇને કોઇ અન્ય શિક્ષકને મોકલવામાં આવતો હોય છે. હિંદી ગુજરાતી મીડીયમ બતાવી પહેલા હિંદી ભાષા ગુજરાતી માધ્યમવાળા જ શિક્ષકો ભણાવતા હતા.

આંકડાશાસ્ત્ર વિષયમાં પ્રાધ્યાપક મળતા નથી
શિક્ષણનગરી આદિપુરમાં ઉચ્ચશિક્ષણ ક્ષેત્રે પણ ઘણીબધી સુવિધાઓનો અભાવ જોવા મળે છે. તાલુકામાં સામાજિક વિજ્ઞાનની પણ પાંચ જગ્યાઓ ખાલી છે. કોલેજોમાં પીટીઆઇની જગ્યા ખાલી છે. ગ્રાન્ટેડ શિક્ષકોમાં ઘટ જોવા મળી રહી છે. ગુજરાતી, હિંદી, સંસ્કૃત ભાષામાં અને શાસ્ત્રમાં સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાનમાં ભરતી કરાતી નથી તેવી ફરિયાદ પણ ઉઠે છે. મહત્વની ગણાય તેવી લાયબ્રેરીયનની જગ્યાઓ પણ ખાલી છે. જ્યારે આંકડાશાસ્ત્રના પ્રાધ્યાપક મળતા ન હોવાથી એમકોમ પાસ કરેલા ઉમેદવારોને માટે છૂટછાટ આપવી પડે તેવી સ્થિતિ સર્જાય છે.

આદિપુરમાં જ 23 જેટલી ટિચીંગ-નોનટિચીંગની જગ્યા ખાલી
શાળા- કોલેજોમાં અભ્યાસ સાથે ઇત્તર પ્રવૃતિ કરાવીને છાત્રો અભ્યાસ કરીને બહાર આવે ત્યારે હરિફાઇના યુગમાં કેવી રીતે ટકવું તે સમજવાનો પ્રયત્ન કરતા હોય છે. જાણકાર વર્તુળના જણાવ્યા મુજબ આદિપુરની તોલાણી કોલેજમાં જ 23 જેટલી ટિચીંગ- નોન ટિચીંગની જગ્યાઓ ખાલી પડી છે. જે તે કર્મચારી નિવૃત કે મૃત્યુ પામે તેની જગ્યાએ અન્ય કર્મચારીની ભરતી માટે કોલેજ સંચાલકો દ્વારા વખતો વખત જાણ કરવામાં આવ્યા છતાં સરકાર મંજુરી આપતી નથી. જેને લઇને શિક્ષણના સ્તરને પણ અસર પડતી હોય છે.

શાળાઓની સંખ્યા ઉડતી નજરે
શિક્ષકો કાર્યરત છે તે પૈકી કેટલાક હેડ ક્વાર્ટરમાં હાજર રહેતા ન હોવા સહિતના મુદ્દે ફરિયાદો ગાંધીધામમાં ઉઠી ચુકી છે. કોલેજોમાં 284 પ્રાધ્યાપક હાલ છે.

તાલુકાપ્રાથમિક,ઉચ્ચત્તર પ્રાથમિકમાધ્યમિક , ઉચ્ચત્તર માધ્યમિક
અબડાસા177698
અંજાર132978
ભચાઉ178941
ભુજ3471836
ગાંધીધામ64580
લખપત109418
માંડવી176876
મુન્દ્રા106599
નખત્રાણા174831
રાપર3051350
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો