તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:અંજારમાં 91 હજારના દારૂ અને બિયર સાથે 1 દબોચાયો, પૂર્વ કચ્છમાં બે દરોડામાં 1.73 લાખનો શરાબ ઝડપાયો

ગાંધીધામ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સામખિયાળીમાં 82 હજારના શરાબના જથ્થા સાથે કાર ચાલક પકડાયો

પૂર્વ કચ્છમાં અંજાર અને સામખિયાળીમાં પોલીસે બે દરોડામાં રૂ.1,73,960 ની કિંમતના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે બે બુટલેગરોને પકડી લીધા હતા. અંજાર પોલીસ મથકના પીઆઇ એમ.એમ.જાડેજાએ આપેલી વિગતો મુજબ, પોલીસને બાતમી મળી હતી કે મૂળ મુન્દ્રા તાલુકાના વવાર અને હાલે અંજારના વિજયનગરમાં રહેતો 21 વર્ષીય ગોપાલ સમરાભાઈ ગઢવી વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો પોતાના રહેણાક મકાનમાં રાખી વેંચાણ કરે છે.

જે બાતમી આધારે પોલીસે આરોપીના રહેણાંકના મકાન પર દરોડો પાડ્યો હતો. જ્યાંથી રૂ. 60,660ના કિંમતની અલગ-અલગ બ્રાન્ના વિદેશી દારૂની 120 શરાબની બોટલો તથા રૂ. 31,200ના કિંમતના 312 નંગ બિયરના ટીન મળી કુલ રૂ. 91,860ના દારૂ બિયરનો જથ્થો મળી આવતાં પોલીસે આરોપી ગોપાલની અટક કરી ગુનો નોંધ્યો હતો.

સામખિયાળી પોલીસ મથકના પીએસઆઇ પીએસઆઇ વી.જી.લાંબરીયાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, નાઇટ પેટ્રોલિંગ દરમિયાન તેમની ટીમ મધરાત્રે આંબલિયારા રોડ ઉપર બ્રાહ્મણ સમાજવાડી પાસે હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે શાંતિનગર પ્લોટ વિસ્તારમાં રહેતો ભાવેશ બાબુલાલ મારાજ વેંચાણ અર્થે અલ્ટો કારમાં દારૂનો જથ્થો લઇને પોતાના રહેણાક મકાન આગળ પાર્ક કરી છે. આ બાતમીના આધારે તેના રહેણાક મકાનમાં પહોંચી કારની તલાશી લેતાં કારમાંથી રૂ.70,100 ની કિંમતના ભારતીય બનાવટના દારૂની અલગ અલગ બ્રાન્ડની 196 બોટલો તેમજ રૂ.12,000 ની કિંમતના બિયરના 120 ટીન સહિત કુલ રૂ. 82,100 નો દારૂ બિયરનો જથ્થો મળી આવતાં ભાવેશની અટક કરી રૂ.2,00,000 ની કિંમતની કાર અને રૂ.500 ની કિંમતના મોબાઇલ સહિત કુલ રૂ. 2,82,600 નો મુદ્દામાલ કબજે કરી તેના વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો