સામખિયાળી ખાતે આવેલી કંપનીમાંથી એક માસ પૂર્વે કોપર કેબલની ચોરી કરનાર ચાર ઇસમોને રૂ.1.05 લાખના કેબલ સાથે સ્થાનિક પોલીસે પકડી રિક્ષા સહિત કુલ રૂ.1.30 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ પુછપરછ હાથ ધરી છે.
સામખિયાળી ખાતે આવેલી એસોસિએટેડ રોડ કેરિયર્સ લિ. ટ્રાન્સપોર્ટ કંપનીમાં ખુલ્લામાં રાખેલો રૂ.1.05 લાખની કિંમતનો 300 મીટર કોપર કેબલ ચોરી થયો હોવાની ફરિયાદ તા.8/3 ના રોજ નોંધાઇ હતી. સ્થાનિક પોલીસે જુદી જુદી ટીમો બનાવી આ ચોરીનો ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કર્યા હતા. આ દરમિયાન આ કેબલ ચોરી કરનાર ઇસમો રિક્ષા લઇને ભચાઉ થી મોરબી તરફ વેંચાણ કરવા જઇ રહ્યા હોવાની બાતમીના આધારે વોચ ગોઠવાઇ હતી.
આ વોચ દરમીયાન બાતમી મુજબની રીક્ષા આવતાં રોકી ભચાઉના હબીબ કરીમ ભટ્ટી, અબ્બાસ ખીનમામદ મીર, આસીબ રમજુ ઘાંચી અને રાપરના અલતાફ ગુલમામદ નોડેને રૂ.1,05,300 ની કિંમતના પીગાળેલા ચોરાઉ કેબલ સાથે પકડી રીક્ષા સહિત કુલ રૂ.1,30,300 નો મુદ્દામાલ કબજે કરી વધુ પુછપરછ હાથ ધરાઇ હોવાનું પીએસઆઇ એન.કે.ચૌધરીએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.