તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ચિત્રોડ પાસે ઊભેલા વાહનમાં ટ્રેઇલર અથડાતાં 1નું મોત

ગાંધીધામ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાપર તાલુકાના ચિત્રોડ પાસે ગત પરોઢે 4 વાગ્યાના અરસામાં બનેલી ઘટનામાં રાજસ્થાન રહેતા ટ્રેઇલર ચાલક તેજસિંગ નવલસિંગ ગુર્જરે ફરીયાદ નોંધાવી છે કે, 10/09 ના ભરતપુરના બી.કે.ટ્રાન્સપોર્ટમાંથી ડીઓસી ટ્રેઇલરમાં લોડ કરી મુન્દ્રા જવા તે અને ખલાસી વિક્રમસીંગ સહાલસિંગ ગુર્જર નીકળ્યા હતા. ચિત્રોડ હાઇવે પર પેટ્રોલપમ્પ પાસે પાછળથી પુરપાટ આવેલા આરજે-09-જીજે-2679 નંબરનું ટ્રેઇલર તેમના વાહનમાં ધડાકાભેર અથડાતા તાલપત્રી કસી રહેલા વિક્રમસિંગને ગંભીર ઇજાઓ પહોંચતાં ઘટનાસ્થળે તેમનું મોત નિપજ્યું હતું. પોલીસે ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...