તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:ગાંધીધામ GIDCમાંથી 4.20 લાખના શંકાસ્પદ ઘઉં સાથે 1 જબ્બે

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એસઓજીએ 600 ગુણી કબજે કરી : જથ્થા અંગે પોલીસે તપાસ શરૂ કરી

ગાંધીધામના જીઆઇડીસી વિસ્તારમાં ગુજરાત મીલીંગ ઇન્ડ્રસ્ટ્રીઝ માંથી રૂ.4.20 લાખની કિંમતના શંકાસ્પદ ઘઉંની એફસીઆઇ આરએ 2019-20ફૂડ કોર્પો. ઇન્ડિયા લખેલી 600 ગુણીસાથે એક આરોપીને પકડી લેવાયો હતો. આ બાબતે પીઆઇ વી.પી.જાડેજાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, પીએસઆઇ બી.જે.જોષીને મળેલી બાતમીના આધારે જીઆઇડીસીના પ્લોટ નંબર 53 માં આવેલી ગુજરાત મીલીંગ ઇન્ડ્રસ્ટ્રી ઝ શંકાસ્પદ મુદ્દામાલ બાબતે દરોડો પાડી રૂ.4,20,000 ની કિંમતની ભારતીય ખાદ્ય નિગમની એફસીઆઇ આરએ 2019-20ફૂડ કોર્પો. ઇન્ડિયા લખેલી શંકાસ્પદ ગેરકાયદેસર ઘઉંની 600 બોરી સાથે મુળ બિહારના હાલે કાર્ગો ઝૂંપડા રહેતા આ ઇન્ડ્રસ્ટ્રીઝના મેનેજર સંતોષ શિવ પાસવાનની અટક કરી વધુ તપાસ માટે બી-ડિવિઝન પોલીસ મથકને સોંપ્યો હતો. આ કામગીરીમાં પીઆઇ અને પીએસઆઇ સાથે હેડકોન્સ્ટેબલ દેવાનંદ બારોટ વિરેન્દ્ર પુરોહિત, કોન્સ્ટેબલ રામદેવસિંહ જાડેજા બાલુભાઇ ગરેજા, ગોપાલ સોધમ સહિતની ટીમ જોડાઇ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો