તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ઓસ્લો સર્કલ પાસેથી 86 હજારના દારૂ સાથે 1 પકડાયો

ગાંધીધામ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • અંજારનો બુટલેગર દારૂ ભરેલો કોથળો મળતિયાને આપે તે પહેલા ં બાતમીના આધારે પોલીસ પહોંચી

ગાંધીધામમાં ઓસ્લો પેટ્રોલપમ્પ પાછળની ગલીમાં અંજારનો બુટલેગર પોતાના મળતીયાને વિદેશી દારૂ ભરેલો કોથળો આપે તે પહેલાં પોલીસે તેને રૂ.86 હજારના વિદેશી દારૂ સાથે પકડી લીધો હતો. આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ ગત રાત્રે નાઇટ પેટ્રોલિંગ કરી રહેલી બી-ડિવિઝન પોલીસ મથકની ટીમ ઓસ્લો સર્કલ પાસે મધરાત્રે 2 વાગ્યે પહોંચી હતી ત્યારે બાતમી મળી હતી કે, અંજારના મેઘપર કુંભારડીના અરિહંતનગરમાં રહેતો સાગર ગીરીશભાઇ ભાનુશાલી ઓસ્લો પોલીસ ચોકી નજીક આવેલા ઓસ્લો પેટ્રોલપમ્પ પામછળની ગલીમાં પ્લાસ્ટિકના કોથળામાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો રાખી પોતાના મળતિયાને વેંચાણ કરવાની તૈયારીમાં છે

આ બાતમી મળતાં જ પોલીસ ત્યાં પહોંચી હતી અને સાગર ગીરીશભાઇ ભાનુશાલીને રૂ.86,700 ની કિંમતના વિદેશી દારૂની પ્લાસ્ટિકની 662 બોટલ સાથે પકડી લઇ તેના વિરૂધ્ધ ગુનો નોંધી વધુ પુછપરછ હાથ ધરી છે. આ કામગીરીમા પીઆઇ સુમીત દેસાઇના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જી.બી.માજીરાણા, કોન્સ્ટેબલ રાજદિપસિંહ ઝાલા, રવિરાજસિંહ પરમાર, ગૌતમ સોલંકી, મહેશ ઘોઘળ, મહિપાર્થસિંહ ઝાલા અને જયપાલસિંહ પરમાર જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો