ક્રાઇમ:અંજારમાં દારૂની 30 બોટલ સાથે 1 ઝડપાયો

ગાંધીધામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામમાં મકાનમાંથી 11 બોટલ મળી પણ આરોપી ગાયબ રહ્યો

અંજારના વિજયનગર માંથી ભારતીય બનાવટની અંગ્રેજી શરાબની 30 બોટલ સહિત કુલ રૂ. 22150ના મુદ્દામાલ સાથે એક શખ્સ ઝડપાયો હતો.તો ગાંધીધામના જુની સુંદરપુરીના મકાનમાં પાડેલા દરોડામાં દારૂની 11 બોટલ પોલીસને મળી હતી પણ આરોપી ગાયબ રહ્યો હતો.

અંજારની જૂની કોર્ટ પાછળ આવેલ વિજય નગરમાં અંબેમાં ના મંદિર પાસે રહેતા ગોપાલ સામરાભાઈ ગઢવીના ઘરે અંજાર પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં આરોપીના કબ્જા માંથી રૂ. 9,100ના કિંમતની જુદી જુદી બ્રાન્ડની ભારતીય બનાવટની અંગ્રેજી શરાબની 750 એમએલની 30 બોટલો ઉપરાંત 10,000ના કિંમતનો મોબાઈલ, રૂ. 50ના કિંમતની એક છરી તેમજ રૂ. 3,000 રોકડા એમ કુલ 22,150ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. તો ગાંધીધામના જુની સુંદરપુરીના ધોબીઘાટ વિસ્તારમાં આવેલા ખેતરપાળ દાદા મંદીર પાસે રહેતા અશોક રાયશીભાઇ મતિયાના મકાનમાં એ-ડિવિઝન પોલીસે બાતમીના આધારે પાડેલા દરોડામાં રૂ.3,850 ની કિંમતના વિદેશી દારૂ વોડકાની 11 બોટલ મળી હતી પરંતુ આરોપી અશોક હાજર મળ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...