તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રાહકોને ધરમના ધક્કા:નેટ ધાંધિયાના પગલે ગઢશીશા પોસ્ટ કચેરીની કામગીરી ખોરવાઇ

ગઢશીશા19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગઢશીશા પોસ્ટ અોફિસમાં સ્ટાફ ઘટ વચ્ચે ત્રણ દિવસથી બીઅેસઅેનઅેલની નેટ કનેક્ટિવીટી બંધ થઇ જતાં કર્મચારીઅો અને ગ્રાહકો વચ્ચે માથાકુટ રોજિંદી બની છે. માંડવી તાલુકાના ગઢશીશાની ટપાલ કચેરીમાં બીઅેસઅેનઅેલની ઇન્ટરનેટ સેવા ખોરંભાતા અાસપાસના ગામોમાંથી અાવતા ગ્રાહકોની મુશ્કેલી વધી ગઇ છે.

અા પોસ્ટ અોફિસમાં ગઢશીશા ઉપરાંત અાસપાસના 15 ગામોના 9 હજાર જેટલા ગ્રાહકોના ખાતા છે. છેલ્લા દોઢ વર્ષથી બીઅેસઅેનઅેલની સેવા છાશવારે ઠપ્પ થઇ રહી છે, જેના કારણે અાસપાસના ગામડામાંથી અાવતા લોકોના કામો થતા નથી અને સમય સાથે નાણાનો વ્યય થાય છે. અધુરામાં પૂરું અા કચેરીમાં સ્ટાફની પણ ઘટ છે. સત્વરે સ્ટાફ ઘટ નિવારવા માટે સંબંધિત ગામોના વેપારી મંડળ, ખેડૂતો, સરપંચો સહિતના અગ્રણીઅોઅે અને વખત ઉચ્ચ કક્ષાઅે રજૂઅાતો કરી છે તેમ છતાં અહીં પૂરતા સ્ટાફની નિમણૂક કરાતી નથી, જેના કારણે લોકોના કામો ન થતાં ગ્રાહકો અને કર્મચારીઅો વચ્ચે દરરોજ ચકમક ઝરે છે. પોસ્ટ અોફિસમાં પૂરતા કર્મચારીઅોની નિમણૂક કરવાની સાથે ઇન્ટરનેટ સેવા સુચારૂ રીતે કાર્યરત કરવા લોકમાંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...