સન્માન:ગઢશીશામાં સફાઈ કામદાર, પોલીસથી માંડી તબીબ સુધીના કોરોના વોરિયર્સનું સન્માન

ગઢશીશા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા બક્ષીપંચ મોરચા દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં વૃક્ષારોપણ પણ કરાયું

ગઢશીશામાં માંડવી તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા ગાંધી જયંતિએ, આઝાદી અમૃતપર્વ મહોત્સવના ભાગરૂપે કોરોના વોરિયર્સનું સન્માન અને વૃક્ષારોપણ કરાયું હતું.અધ્યક્ષ સ્થાનેથી માંડવી-મુન્દ્રા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, જિ.પં. પ્રમુખ પારૂલબેન કારા, જિલ્લા ભાજપ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે, જિ.પં.કારોબારી ચેરમેન મહેન્દ્રભાઈ ગઢવી અને માંડવી તા.પં. ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજાએ આયોજનને બિરદાવ્યું હતું.

બક્ષીપંચ મોરચાના પ્રમુખ રાજેન્દ્રગીરી ગોસ્વામી દ્વારા સ્વાગતવિધિ બાદ કોરોના વોરિયર્સ તરીકે ડો.મદનપ્રસાદ, હાર્દિક પંડ્યા તેમનો સ્ટાફ, વીજતંત્રના વિપુલ પટેલ અને સ્ટાફ, પોલીસ કર્મચારીઓ, તલાટી મંત્રી દીપસિંહ સોઢા, જીએમડીસીના કર્મચારીઓ, પત્રકારો, ઓક્સિજનની કટોકટી વખતે મદદરૂપ થયેલા સ્થાનિક યુવાનો તેમજ શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરાયું હતું. કાર્યક્રમ સ્થળે ગઢશીશા ખાદી ભંડાર દ્વારા ખાદીની વસ્તુઓનો સ્ટોલ ઉભો કરાયો હતો.

બક્ષીપંચ મોરચાના જિલ્લા પ્રમુખ માવજીભાઈ ગુસાઇ, મહામંત્રી વિનોદભાઈ ગઢવી, માંડવી તા. ભાજપ પ્રમુખ સુરેશભાઇ સંઘાર, તા.પં. પ્રમુખ નિલેશભાઈ મહેશ્વરી, તા.પં.કા. ચેરમેન હરેશભાઈ રંગાણી, સા.ન્યાય સ.ચે. ઝવેરબેન ચાવડા, જિ.પં. સભ્યો વિરમભાઈ ગઢવી, લીલાબેન રાઠવા, પ્રેમિલાબેન પટેલ, દેવાંગભાઈ ગઢવી, બડુભા જાડેજા, વિનોદભાઈ થાનકી, એપીએમસીના ચેરમેન પ્રવીણભાઇ વેલાણી, સરપંચ ભાઈલાલભાઈ છાભૈયા તથા ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા. સંચાલન મહેન્દ્રભાઈ રામાણી, મહેશભાઈ જાડેજા, પ્રજ્ઞેશભાઈ ત્રિવેદી અને આભારવિધિ જાસ્મિનબેન ગોસ્વામીએ કરી હતી. હરિભાઇ ગઢવી તેમજ બક્ષીપંચ મોરચાના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...