કાર્યવાહી:ઘોડાલખની સીમમાં પાબુદાદા સ્થાનક પાસે દબાણ દૂર કરાયું

ગઢશીશા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ક્ષત્રિય સમાજના યુવાનોએ માર્ગ, ગૌચર ખુલ્લી કરાવી

માંડવી તાલુકાના ઘોડાલખની સીમમાં પાબુદાદા સ્થાનકે જવાના માર્ગે ગૌચર પર થયેલં દબાણ દૂર કરાયું હતું.ગઢશીશા કાયાજી પરિવારના આ સ્થાનક પર પહોંચવાના રસ્તા પર ગૌચર જમીનમા છેલ્લા 8થી 10 વર્ષથી અમુક ઈસમો દ્વારા દબાણ કરી તેને ખેડવામાં આવતી હતી. આમ આ સ્થાનકને જોડતો રસ્તો બંધ કરી નાખવામાં આવ્યો હતો. જાડેજા ભાયાતના પરિવાર દ્વારા દબાણ કરનાર ઈસમોને રસ્તો ખુલ્લો કરવા માટે અવાર નવાર સમાજવાતા હતા પરંતુ તેઓ આનાકાની કરાતા ના છૂટકે ક્ષત્રિય સમાજના યુવાનોએ સ્થળ પર જઇને જેસીબી મશીન દ્વારા રસ્તો ખુલ્લો અને ગૌચર જમીન ખુલ્લા કરાવ્યા હતા. ભુવા રાધુભા જાડેજા, રાજુભા કેશુભા જાડેજા, તેજમાલજી જાડેજા,મનુભા જાડેજા તેમજ સમાજના વડીલો સ્થળ પર હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...