તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:ગઢશીશામાં તસ્કરોએ દુકાનમાં ખાતર પાડ્યું, હાથ લાગ્યા રોકડા રૂા. 500 !, સીસીટીવીમાં બુકાનીધારી બે શખ્સ કેદ થયા

ગઢશીશા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેપારી સામજિક કાર્ય માટે મુંબઇ ગયોને તસ્કરીનો બન્યો બનાવ

માંડવી તાલુકાના ગઢશીશા ખાતે આવેલી ગણાત્રા ટ્રેડર્સ નામની જુની પેઢીમાં શુક્રવારે રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. પરંતુ કોઇ મોટો માલ હાથ ન લાગતાં કાઉન્ટરમાં પડેલા રૂપિયા 500નું પરચુરણ કરી દુકાન પાછળ લેપટોપ બેગ ફેકી પલાયન થતા બે બુકાનીધારી સીસીટીવીમાં કેદ થયા હતા આ જ પેઢીમાં ફરિ ચોરીની ઘટના બનતાં વેપારીઓમાં ફફડાઠ ફેલાઇ ગયો હતો. ગઢશીશા પોલીસ મથકમાં હર્ષભાઇ ગણાત્રાએ જણાવ્યું હતું કે, ચોરીનો બનાવ શુક્રવારની રાત દરમિયાન બન્યો હતો. કોઇ અજાણ્યા શખ્સોએ તેમની દુકાનના તાળા તોડીને અંદર પ્રવેશ્યા હતા.

દુકાનમાં આવેલી ઓફિસનો એલ્યુમિનિયમનો દરવાજો તોડીને અંદરથી રૂપિયા 500નું પરચુરણ અને લેપટોપની ખાલી બેગ ઉપાડી ગયા હતા. દુકાનના સીસીઠીવી કેમેરાના ફુટેજમાં બે બુકાનીધારી શખ્સ લેપટોપની ખોલી બેગ ફેંકી ભાગતા જોવા મળ્યા હતા. ગઢશીશા પોલીસે બનાવની નોંધ લઇને આગળની તપાસ હાથ ધરી છે. તો, આ દુકાનમાં ગત 16 માર્ચના પણ ચોરીનો બનાવ બન્યો હોવાનું અને તે વખતે 50થી 60 હજારનો મતા ચોરાઇ હોવાનું જાણવા મળ્યું હતું વેપારીઓએ સઘન પેટ્રોલીંગ કરવા અને તસ્કરોને તાકિદે ઝડપી લેવાની માંગ સાથે પોલીસ મથકમાં રજુઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...