તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માહોલ:ગઢશીશાની મુખ્ય બજારમાં જામ્યો દિવાળીની ખરીદીનો માહોલ

ગઢશીશા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આસપાસના 40 જેટલા ગામોના ગ્રાહકો પણ આવે છે

માંડવી તાલુકાના ગઢશીશાની બજારોમાં ગ્રાકહોની ભીડ સાથે દિવાળીનો માહોલ જોવા મળે છે. આસપાસના 40 જેટલા ગ્રામ્ય વિસ્તારો માટે આ ગામ ખરીદીનું કેન્દ્ર હોતાં ખરીદીની ચમક દમક જોવા મળી રહી છે.

ભારે વરસાદને પગલે ખેડૂતોને પડેલા આર્થિક ફટકા અને કોરોનાની કહેર વચ્ચે પણ ઉત્સવ ઉજવવાનો ઉમંગ લોકોમાં જોવા મળી રહ્યો છે. સુવર્ણકાર અશ્વિન સોની અને કિશોર સોનીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસથી સોના-ચાંદીના ઘરેણાની ખરીદી વધી છે. લગ્ન પ્રસંગોમાં પણ છૂટછાટ વધતાં લગ્નસરાની ખરીદી નીકળવાની શક્યતા સર્જાઇ છે. પ્રફુલ ગણાત્રા, રમેશ ભગત, હાજી સુલેમાનના જણાવ્યા મુજબ મગફળીના ભાવ સારા આવતા હોવાથી કિસાન આલમ પણ ખરીદીમાં નીકળી પડી છે. વિજયસિંહ પરમાર અને દિક્ષિતસિંહ સોઢાએ ફટાકડાની ખરીદીમાં વિજય ગોસ્વામી તેમજ ભરત પટેલે ફૂટવેરની ખરીદીમાં અને રઘુચા જાડેજા તેમજ રમેશ સંઘાર સહિતના વેપારીઓએ તૈયાર વસ્ત્રો માટે સારો ઉપાડ થઇ રહ્યો છે તેમ કહ્યું હતું.

પાટીદાર યુવક મંડળ દ્વારા વાજબી ભાવે મીઠાઇ અને ફરસાણનું વેચાણ ચાલુ કરાયું છે જેના માટે પ્રમુખ વિનોદ રંગાણી, જયેશ છાભૈયા, દિનેશ રંગાણી તેમજ સંસ્થાના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. દરશડી, મોમાયમોરા, રામપર વેકરા, રત્નાપર મઉં, શેરડી, દુજાપર, રાજપર, લુડવા, દેવપુર, પોલડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાંથી બજારના રાજા એવા ગ્રાહકો ઉમટતાં દીપોત્સવી પર્વની અનેરી ચમક દમક જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો