દહેશત:દેશલપર (વાં) માં રોગચાળાને ખુલ્લું આમંત્રણ: ચાર દિવસથી બજારમાં વહી રહ્યા છે ગટરના પાણી

દેશલપર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેંકમાં જવુ હોય તો પણ લોકોને ગંદા પાણીને પાર કરી જવાની નોબત

દેશલપર વાંઢાયમાં છેલા 4 દિવસથી ગટરની લાઈનમાં ગાબડું પડતાં ગંદા પાણી બજારમાં વહી રહ્યાં છે. જેના પગલે વેપારીઅો તથા ગામ લોકો ભારે હાલાકી ભોગવી રહ્યાં છે.ગામના તથા આજુબાજુના ગામલોકો આ રસ્તા પરથી મોટી સંખ્યામાં પસાર થાય છે. હાલ ગંદા પાણીને લીધે અા લોકોને મોઢા પર રૂમાલ રાખીને નીકળવું પડે એવી મુસીબત આવી પડી છે. ગટરના પાણી બજારમાંથી નીકળતા દુકાનદારો દુર્ગંધથી ત્રાસી ગયા છે. જ્યાંથી ગટરના પાણી નીકળે છે ત્યાં બેંક પણ આવેલી છે.

તેથી જે લોકોને બેંકમાં જવું હોય તેઅોને ગંદા પાણી માંથી પસાર થવું પડે છે. વધુમાં હવે ગટરના વહેતા પાણીથી આજુબાજુના વિસ્તારોમાં મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે. જેના પગલે અાવનારા દિવસોમાં રોગચાળો ફેલાવાની દહેશત લોકો વ્યક્ત કરી રહ્યાં છે.

પંચાયત દ્વારા ગોકળગતિઅે કામથી રોષ : કરાઇ રજૂઅાત
તો બીજીબાજુ પંચાયત દ્વારા આ ગટર લાઈનનું ગાબડું પૂરવાની કામગીરી ગોકળગતિઅે ચાલી રહી છે. જેથી લોકોમાં રોષ છે. આ કામથી નારાજ સ્થાનિક રહેવાસીઓ અને દુકાનદારોએ સોમવારે પંચાયતમાં જઈને રૂબરૂ તલાટી અને સરપંચને ફરિયાદ કરી હતી. કામ ઝડપી થાય એવી રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...