ક્રાઇમ:દેશલપર (વાં) પાસે ઉભેલી એસટી બસ પાછળ કાર અથડાઇ : જાન હાનિ ટળી

દેશલપરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજ તાલુકાના દેશલપર બસસ્ટોપ ઉપર ઉભેલી બસ પાછળ કાર ધડાકા સાથે અથડાઇ પડી હતી જો કે, કોઇને જાન હાની થઇ ન હતી પરંતુ કારમાં નૂકશાન થયું હતું પતાવટ બાદ બન્ને વાહનો ચાલ્યા ગયા હતા. બસ સ્ટેશન પર આડેધડ પાર્કિંગ થતું હોવાને કારણે અવાર નવાર અકસ્માતો સર્જાય છે. ત્યારે સોમવારે સવારે બસ સ્ટેશન પર એક કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ઉભેલી બસ પાછળ કાર અથડાઇ હતી. પરંતુ કોઈ જાન હાની થઇ નહોતી પણ કારના આગળ ના ભાગમાં નુકસાન થયું હતું.વાહનચાલકો વચ્ચે સમાધાન થઇ જતાં તેઓ વાહન લઇ ને નીકળી ગયા હતા. જો કે, મામલો પોલીસ સુધી પહોંચ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...