મકર સંક્રાતિના તહેવારના આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે આ ઉત્તરાયણ ઉજવવા માટે કચ્છમાં અલગ-અલગ ત્રણ રીતના પ્રતિકૂળ પવનો રહેશે કારણ કે ગત વર્ષની તુલનાએ આ વખતે પતંગ અને દોરાના ભાવમાં વધારો થયો છે. તેમજ હવામાન ખાતા દ્વારા 14 જાન્યુઆરીના પવનની ગતિ મંદ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.
આ તરફ કોરોના સંક્રમણને જોવા સરકાર દ્વારા ગત વર્ષની જેમ ફરી પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. જેથી કોવિડ-19 અને અન્ય પ્રતિકૂળ અસરોને કારણે સંક્રાતનો દાવ-પેચનો તહેવાર આ વખતે ફિક્કો રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જાહેરનામા પ્રમાણે છત પર લોકો એકત્ર નહીં થઇ શકે તેમજ સાંઉન્ડ સિસ્ટમ પણ વગાડવા પર પ્રતિબંધ છે. જો નિયમ ભંગ થશે તો સોસાયટીના ચેરમેન સામે કાર્યવાહી કરવામાં આવશે. સરકારે ગાઇડલાઇન જાહેર કરતા પતંગ રસીયાઓમાં તરેહ-તરેહની ચર્ચાઓ જામી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.