તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો ગઢ ગણાતો લખપત તાલુકાના મતોમાં ગાબડા પડી ગયા છે, જેને સરભર કરવા માટે કોંગ્રેસી આગેવાનો-નેતાઓ પ્રયાસો કરી રહ્યા છે, તો સ્થાનિક સ્વરાજયની ચુંટણી પણ નજીક છે તેવે ટાણે જ દોલતપરના યુવા કોંગ્રેસી આગેવાને રાજીનામું ધરી દીધું છે, તેના પત્ની તાલુકા પંચાયતની સીટ પરથી વિજેતા બન્યા હતા.
દયાપર ખાતે કોંગ્રેસી આગેવાનો-કાર્યકરોની બેઠકમાં જિલ્લા પંચાયતની બે અને તાલુકા પંચાયતની 16 જેટલી સીટો પર સંભવીત ઉમેદવારોના નામની પેનલ પણ તૈયાર કરી દેવામાં આવી છે ત્યારે લખપત તાલુકાના કોંગ્રેસ સમિતિના મંત્રી આરબ એચ. જતે પોતાના રાજીનામાનો પત્ર જિલ્લા કોંગ્રેસ પ્રમુખને મોકલી આપ્યો છે. આ યુવા નેતાએ પોતાની રાજીનામાની કરેલી લેખિત રજૂઆતમાં કારણ અંગે કોઇપણ જાતનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો નથી, માત્ર પોતાના અંગત કારણોસર રાજીનામું આપતા હોવાની વાત કરી હતી.
આગામી દિવસોમાં યોજાનારી તાલુકા પંચાયતની ચૂંટણીઓને લઇને થોડા દિવસો અગાઉ થયેલી સંભવીત ઉમેદવારોની નક્કી કરવા માટેની બેઠક બાદ તેમણે પોતાનું રાજીનામુ ધરી દેતા કયાંક ને કયાંક ટીકિટ માટેની દાવેદારી હોય તેવું લાગી રહ્યું છે. જો કે અહીં યોજાયેલી બેઠક દરમિયાન પણ આ તાલુકા કોંગ્રસ સમિતિતા મંત્રીની ગેરહાજરી હતી. સંભવતી ટીકિટ ફાળવણીના મનદુ:ખનો મુદ્દો રાજીનામા પાછળ કારણભુત હોવાનું મનાઇ રહ્યું છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.