તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાની વિરાણીમાં નુકસાન:પવનચક્કીઓની હવે ખેતરમાં પણ ઘૂસણખોરી

દયાપર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતે દયાપર દોડી અાવી નુકસાનીના વળતર અને કંપનીના જવાબદારો સામે પગલા ભરવા કરી માંગ

લખપત તાલુકાનાં મુળ નાની વિરાણીના અને હાલે ધંધાર્થે ગાંધીનગર વસવાટ કરતા અેક ધરતીપુત્રની માલીકીની ખેતીની જમીનમાં અા ખાનગી કંપનીઅો દ્વારા ગેરકાયદે પ્રવેશ કરી વ્યાપક નુકસાન પહોંચાડવાની સાથે ધાકધમકી કરાઇ હોવાનો અાક્ષેપ કરાયો છે. ખેડૂતે પોતાની જમીનને કરેલા નુકસાન તથા ધાકધમકી ભર્યા વલણને લઇને કંપની સામે પગલા લેવાની માંગ સાથેની લેખિત રજૂઅાત દયાપર મામલતદાર તેમજ પોલીસને કરી છે.

નાની વિરાણી ગામનાં પટેલ બિપીન રાજારામ ગોગારીઅે મામલતદારને કરેલી લેખિત રજૂઅાતમાં જણાવ્યું છે કે નાની વિરાણીની સીમમાં તેની માલીકીના ખેત વિષયક જમીન છે. જે હાલે પોતે ધંધાર્થી બહાર રહેતા હોવાથી પોતાનાં કુટુંબી દિપક દામજી પટેલને સારસંભાળ સાથે ખેતી કરવા અાપી છે.

પરંતુ અા જમીન પર પવનચક્કીનું નિર્માણ કરતી ખાનગી કંપનીઅો સાઇટેક તેમજ અોપેરા દ્વારા ગેરકાયદે પ્રવેશ કરી મોટા વાહનો ક્રેન, જેસીબી સહિતના સાધનો-વાહનો ચલાવીને ખેતરમાં મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડવામાં અાવ્યું છે. જેને લઇને અરજદારે કંપનીના માણસોને અા સાધનો ખસેડી લેવાની સુચના અાપતા તેઅો દ્વારા ધાકધમકી કરીને અરજદારને ભાગી જાવ તેવું કહી દેવામાં અાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...