તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:લખપત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની કમઠાણ

દયાપર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સમસ્યા નહીં ઉકેલાય તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચિમકી
 • પાણી પુરવઠા અધિકારીના ઓરમાયા વર્તનનો આક્ષેપ

હજુ તો શિયાળાની શરૂઆત થઇ છે અને ઉનાળો આખો બાકી છે તેવામાં લખપત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાનું પાણી નિયમિત ન મળતું હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે અને જો સમસ્યાનો નીવેડો નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.લખપત તાલુકાના મિંઢિયારી, બેખડા, ચામરા, ચકરાઇ, છેલાવાંઢ, સાનધ્રોવાંઢ સહિતના ગામોમાં છેલ્લા બે મહિનાથી અપૂરતું અને અનિયમિત પાણી મળતું હોવાની રાવ ઉઠી રહી છે. માંડ ચાર-પાંચ દિવસે મળતું પાણી પણ થોડીવારમાં જ બંધ કરી દેવામાં આવે છે. હજુ તો શિયાળાની શરૂઆત થઇ છે અને અત્યારથી જ પૂરતું અને નિયમિત પાણી નથી મળતું ત્યારે ઉનાળામાં આ વિસ્તારની કેવી સ્થિતિ હશે તે તો આવનારો સમય જ બતાવશે. આ મુદ્દે દયાપર પાણી પુરવઠા અધિકારી દ્વારા પણ ઓરમાયું વર્તન દાખવાતું હોવાના આક્ષેપો લખપત તાલુકા ભાજપના જત હાજી જકરિયા નુરમામદ દ્વારા કરવામાં આવ્યા છે.

સારા-નરસા પ્રસંગોએ પડતી મુશ્કેલી
અનિયમિત અને અપૂરતું પાણી મળતું હોવાના કારણે ખાસ કરીને કોઇના ઘરે સારા-નરસા પ્રસંગો હોય ત્યારે લોકોને વધારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવા પ્રસંગોએ પાણીના ટેન્કર માટે જે-તે ગ્રામપંચાયતનો પત્ર હોવા છતાં પણ દયાપર પા.પુ. કચેરીના અધિકારી દ્વારા નનૈયો ભણી દેવાતો હોવાના આક્ષેપો કરાયા છે.

રેકોર્ડ વરસાદ છતાં પાણીની તંગીથી લોકો પરેશાન
ચાલુ વર્ષે કચ્છમાં 270 ટકાથી વધુ વરસાદ ચોમાસામાં વરસી ગયો છે, જેને પગલે જિલ્લાના મધ્યમ કક્ષાના તથા નાની સિંચાઇના ડેમોમાં ભરપૂર પાણીનો સંગ્રહ છે. છેવાડે આવેલા લખપત તાલુકાના ડેમો ઓવરફ્લો થઇ ગયા હતા, જેને પગલે પાણી સમસ્યા એકાદ-બે વર્ષ ભૂતકાળ બનશે તેવી લોકોને આશા હતી પરંતુ વિતરણમાં અવ્યવસ્થા અને માનવીય બેદરકારીને કારણે લોકોને પાણી માટે વલખાં મારવા પડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો