તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુકા લખપતમાં હળદરની ખેતી:પાછોતરા વરસાદે જફા પહોંચાડી, તો પણ ધરતીપુત્ર હામ ન હાર્યો

દયાપર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
ચાર એકરમાં સવા લાખના બિયારણનું વાવેતર - Divya Bhaskar
ચાર એકરમાં સવા લાખના બિયારણનું વાવેતર
 • સફરજન, ડ્રેગનફ્રુટ બાદ ખેતીમાં નવો પ્રયોગ : અપૂરતી સિંચાઇ વ્યવસ્થા વચ્ચે ઘટતી વરસાદ આધારિત ખેતી
 • કચ્છનો ખેડૂત ક્યાંય પાછો ન પડે, ઘડુલીના કિસાનનું પ્રથમ વખત સાહસ

કચ્છના સુકા મુલક એવા સરહદી લખપત તાલુકામાં ક્ષારયુક્ત પાણી અને સિંચાઇની અપૂરતી વ્યવસ્થા વચ્ચે વરસાદ આધારિત ખેતી પણ ઓછી થતી જાય છે તેવામાં ઘડુલીના ખેડૂતે તાલુકામાં પ્રથમ વખત હળદરની ખેતી કરવાનું સાહસ કર્યું છે.નર્મદાના નીર પણ સિંચાઇ માટે આ વિસ્તારને કયારે નસીબ થશે એ કાંઇ નક્કી નહીં પરંતુ ઘડુલીના કિસાને હળદરનું વાવેતર કરી સાહસિક પ્રયોગ કર્યો છે. ઘડુલી-લાખાપર માર્ગ પર આવેલી વાડીમાં ખેતી કરતા ખેડૂત રતિલાલ લખુભાઇ હળપાણીએ જણાવ્યું હતું કે, હજુ સુધી આ વિસ્તારમાં કોઇ જ ખેડૂતે હળદરનું વાવેતર કર્યું નથી. થોડા સમય પહેલા પડેલા કમોસમી વરસાદના પગલે 50 ટકા પાકને નુકસાન થયું છે તેમ છતાં પણ હિંમત નથી હારી અને હાલમાં જે પાક લહેરાઇ રહ્યો છે, તેની માવજત કરવામાં આવી રહી છે.દીપક પટેલે જણાવ્યું હતું કે, તાલુકામાં ખેડૂતો દ્વારા કલીંગર, ખારેક, દાડમ જેવા બાગાયતી પાકોનું વાવેતર મોટા પ્રમાણમાં કરવામાં આવે છે પરંતુ હળદરનું વાવેતર પ્રથમ વખત કરાયું છે..

વાવેતરના 7 માસ બાદ મળે છે ઉત્પાદન
કંદમૂળ તરીકે ઓળખાતી આ લીલી હળદર વાવેતર કર્યાના 7 માસ બાદ ઉત્પાદન આપે છે. આ વિસ્તારની જમીન અને પાણી આ પાક માટે પ્રતિકુળ હોવાનું જણાવતા રતિલાલભાઇએ કહ્યું હતું કે, પોતાની વાડીનું 1500 ટી.ડી.એસ. વાળું પાણી હોવા છતાં માફક આવી રહ્યું છે. પ્રથમ વખત વાવેતરથી અચુક સફળતા મળશે તેવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

હળદર એક આયુર્વેદિક આૈષધી
હળદરને આયુર્વેદિક આૈષધી પણ માનવામાં આવે છે. ઘા પર સોજો, શરદી, ઉધરસ સહિત અનેક પ્રકારના રોગોના અકસીર ઇલાજ માટે પણ હળદરને ગુણકારી માનવામાં આવે છે. વધુમાં શિયાળાની ઋતુમાં લીલી હળદર (આંબા હળદર) ખાવાથી આરોગ્ય માટે ખુબ જ ફાયદાકારક ગણાય છે.

રતિલાલભાઇએ જણાવ્યું હતું કે, ત્રણ મહિના અગાઉ પોતાની જમીન પૈકી 4 એકરમાં બે ટન (બે હજાર કિ.ગ્રા.) પ્રતિ કિલો રૂ.65 મુજબ 1.30 લાખની કિંમતના હળદરના બિયારણનું વાવેતર કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો