તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:પાન્ધ્રો પાવર પ્રોજેકટના યુનિટ 4નું ડંક 35 મીટર ઉંચાઇથી નીચે પટકાયું

દયાપર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વહેલી સવારે બનાવ બન્યો હોવાથી સદનસીબે કોઇ જાનહાની નહીં

લખપતા તાલુકાના પાન્ધ્રો નજીક અાવેલા કચ્છ લિગ્નાઇટ થર્મલ પાવર પ્રોજેકટમાં શનિવારે વહેલી સવારે યુનિટ નંબર 4માં અાવેલા સીઅોડી ડંક અંદાજીત 35 મીટરની ઉંચાઇથી નીચે પટકાયું હતું. સવારનો સમય હોવાથી કોઇ કર્મચારીઅો ન હોવાથી સદનસીબે મોટી જાનહાની ટળી હતી. જો કે, ડંક નીચે પડવાથી મોટુ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું.

પાન્ધ્રો પાસેના કચ્છ લિગ્નાઇટ થર્મલ વીજ પાવર મથકમાં શનિવારે સવારે અંદાજે છ વાગ્યાના અરસામાં યુનિટ નંબર 4માં અાવેલા સીઅોડી ડંક 35 મીટર ઉચાઇથી ધડામ કરતા નીચે પટકાયું હતું. સવારનો સમય હોવાથી કોઇ કર્મચારી કે લોકો ન હોવાના કારણે સદનસીબે લોકોનો બચાવ થયો હતો. અહીંના યુનિટો બે ચાર દિવસ કે અઠવાડીયા સુધી બંધ પડયા રહેતા હોવાનું સુત્રોઅે જણાવ્યું હતું. અાવડત વગરની અેજન્સીઅોને અધિકારીઅો તરફથી ઠેકો અાપી દેવાના કારણે અવાર નવાર અાવા બનાવો બને છે.

શનિવારે બનેલા અા બનાવ અંગે પાવર પ્રોજેકટના સીંઘનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે, યુનિટ નંબર ચારમાં સર્ચ ડાઉન હોવાના કારણે તે બંધ હતું, જો કે કેટલી નુકસાની થઇ તે અંગે કોઇ ચોક્કસ તારણ નીકળ્યું નથી તેમ ઉમેર્યું હતું.

યુનિટ 3માં થોડા દિવસ પૂર્વે પાવર બ્લોક થયો હતો
સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, 3 નંબરના યુનીટમાં થોડાક દિવસ પૂર્વે મેઇન સ્વીચ બંધ હતી. તેમ છતાંય કન્ટ્રોલ સ્ટાફ દ્વારા પાવર પાસ કરવામાં અાવ્યો હતો. સ્વીચ બંધ હોવાની કોઇને જાણ જ ન હતી. પાવર પાસ ન થતા વારંવાર પાવર પાસ કરવાની કોશીષ કરવામાં અાવી હતી, બાદમાં કોઇની નજર સ્વીચ પર પડતા ચાલુ કરાઇ હતી. વધુ પાવર કોશીષ કરાતા પાવર બ્લોક થઇ જાય અને પાવર તમામ બંધ થયો હતો, અામ અાવી લાપરવાહી પણ થતી હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...