તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:‘દયાપરની મામલતદાર કચેરીમાં દરેક કામના ભાવ બાંધેલા છે’

દયાપર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કપુરાશીના રહીશે આક્ષેપો સાથે કલેક્ટરને કરી રજૂઆત

લખપત તાલુકાના દયાપરની મામલતદાર કચેરીના મહેસૂલ વિભાગમાં દરેક કામના ભાવ બાંધેલા છે તે પ્રમાણે પ્રસાદી ધરો તો કામ થાય છે અન્યથા અરજદારોને ધક્કા ખવડાવાય છે તેવા આક્ષેપો સાથે કલેક્ટર સમક્ષ કરાયેલી રજૂઆતમાં યોગ્ય તપાસની માગ કરાઇ છે.

કચેરીની તમામ શાખાઓનો વહીવટ ખાડે ગયો હોય તેમ અરજદારોના કામ ટલ્લે ચડે છે. કોઇ પણ કામ રૂપિયા આપ્યા વિના થતું નથી. ખાસ કરીને મહેસૂલ વિભાગમાં દરેક કામના ભાવ બાંધેલા છે તે મુજબ વારસાઇ નોંધ કરાવવી હોય તો 2500 રૂપિયાની પ્રસાદી ધરવી પડે છે. જમીનના ધંધાર્થીઓ કે જમીન માફિયાઓને આ રકમ પોષાય તેમ છે પણ સામાન્ય અરજદાર પાસે પણ નિશ્ચિત રકમ આપવાનો આગ્રહ રાખવામા આવે છે તેવા આક્ષેપ કપુરાશીના દલપત ખેતારામ ઓઝાએ કર્યા હતા. વર્ષ 2015થી આજ સુધીના આવક જાવકના રજીસ્ટર મુજબ આવેલી અરજીઓમાંથી કેટલીનો હકારાત્મક નિકાલ થયો અને કેટલી તુમારમાં અટવાઇ છે તે તપાસનો વિષય છે

. કેટલાક કિસ્સામાં તાલુકાના અરજદારો કલેક્ટરને અરજી કરે છે જે મામલતદારને યોગ્ય કરવા માટે પાછી મોકલાય છે આવી અરજીઓનો કોઇ જવાબ મળતો નથી. કેટલીક અરજીઓ ગૂમ પણ થઇ ગઇ હોવાના દાખલા છે. આવી અરજીઓની તપાસ કરવામા આવે તેમજ કચેરીનો વહીવટ લોકલક્ષી કરાય તેવી માગ તેમણે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...