તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોગચાળો ફાટવાની દહેશત:પાન્ધ્રોના લોકો પીવે છે કાદવ, કિચડ અને માછલી વાળું દુષિત પાણી

દયાપર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ પંચાયતના સદસ્યે રોગચાળો ફાટવાની દહેશત વ્યક્ત કરી

લખપત તાલુકામાં સૌથી મોટી ગ્રામ પંચાયત ધરાવતા પાન્ધ્રોમાં કાદવ, કિચડ અને માછલીઓ વાળું દુષિત પાણી પીવા માટે વિતરીત થતું હોવાથી ગમે ત્યારે રોગચાળો ફાટી નીકળશે તેવી દહેશત ગ્રામ પંચાયના સદસ્યે વ્યક્ત કરી છે.

ગામન નજીક આવેલા સમ્પને લાંબા સમયથી સાફ ન કરાયો હોવાથી કાદવ કિચડ થઇ ગયા છે. પાણીમાં જીવિત અને મૃત માછલીઓ જોવા મળે છે. આવું જળ ગ્રામજનો પીતા હોવાથી રોગચાળો ફાટી નીકળશે તેમ જણાવતાં ગ્રામ પંચાયતના સભ્ય સતુભા સોઢાએ કહ્યું હતું કે, પીવાના પાણીની તંગી ધરાવતા લખપત પંથકમાં નર્મદાના નીર પહોંચાડવાની વાતો થાય છે તે વચ્ચે લોકો દુષિત પાણી પીવા મજબૂર બન્યા છે.

પાણી પુરવઠા વિભાગ દ્વારા ગોધાતડ ડેમમાંથી દુષિત પાણી અપાય છે તેવો આક્ષેપ કરતાં તેમણે ઉમેર્યું હતું કે, પાન્ધ્રોના સમ્પમાંથી સ્થાનિક ઉપરાંત આસપાસના નવાનગર, એક્તા નગર, સોનલ નગર સહિતના ગામોમાં પેયજળ વિતરીત કરાય છે. પાણીના ટાંકા પર ઢાંકણુ ન હોવાથી તેમાં રેતી અને કચરો મોટા પ્રમાણમાં જમા થઇ ગયા છે. વહેલી તકે ટાંકાની સફાઇ કરાય તેવી માગ તેમણે કરી હતી.

ટાંકામા તરતી માછલીનો વીડિયો વાયરલ થયો
મલિન પાણી વાળા આ ટાંકામાં તરતી અને બહાર પડેલી મૃત માછલીઓનો 44 અને 45 સેકન્ડ સાથેનો વીડિયો સોશિયલ મીડીયા પર વાયરલ થયો હતો જેના બાદ ખુલ્લા ટાંકા પર જાળી વાળું ઢાંકણું લગાવાયુ છે તેમ ગ્રામ પંચાયતના સદસ્યે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...